કાર્યવાહી:દસાડા બજાણિયા વાસના નાકેથી 228 બોટલ દારૂ સાથે કાર ઝબ્બે

પાટડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 આરોપી ઝડપાયા, કુલ 3.92 લાખના મુદ્દામાલ જપ્ત

દસાડા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે વોચ ગોઠવી દસાડા હાઇવે પર બજાણીયા વાસના નાકા પાસેથી નીકળેલી સફેદ કલરની સ્કોડા ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂની 228 બોટલો સાથે ગાડી ઝડપાઇ હતી. દસાડા પોલીસે વિદેશી દારૂની 228 બોટલો, મોબાઇલ નંગ-3 અને ગાડી મળી કુલ રૂ. 3,93,200 લાખનો મુદામાલ સાથે બે આરોપીઓને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.

દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર સહિતના પોલીસ સ્ટાફને અગાઉથી બાતમી મળી હતી કે, દસાડા બજાણીયા વાસના નાકા પાસેથી એક સફેદ કલરની સ્કોડા ગાડીને ઉભી રાખવાનો પ્રયત્ન કરવા છતાં કારચાલક ગાડી હંકારી જતા દસાડા પોલીસ સ્ટાફે આ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી પાટડી-બજાણા રોડ પર ગાડી રોડની સાઇડમાં ઉતરી જતા ગાડીમાં સવાર 2 આરોપી નાસવા જતા પોલીસે પકડી પાડ્યા હતા.

આ ગાડીની દસાડા પોલીસ સ્ટાફ દ્વારા સઘન તલાશી લેતા ગાડી નં. GJ-03-ER-9281માંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતીય ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ- 36 કિંમત રૂ. 13,500 અને બિયર ટીન નંગ- 192, કિંમત રૂ. 19,200, મોબાઇલ નંગ- 3, કિંમત રૂ. 10,500 અને સ્કોડા ગાડી કિંમત રૂ. 3,50,000 મળી કુલ રૂ. 3,93,200ના મુદામાલ સાથે દિવ્યરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા (જામનગર) અને વિશ્વરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા (જામનગર)ને ઝબ્બે કરી વિરુદ્ધ દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દસાડા પોલીસના આ દરોડામાં દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર, મનીષભાઇ અઘારા, દાનુભાઇ રંજીયા, હાર્દિકભાઇ શુકલ અને લીલાભાઇ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...