તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફોરેન્સિક ઓડિટ:પાટડી નાગરિક બેંક દ્વારા સાઇબર ક્રાઇમનું ફોરેન્સિક ઓડિટ કરાયું

પાટડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 વ્યવહારો અલગ-અલગ બેંકમાં અલગ-અલગ નામ, ખાતામાં ઉધારી રકમ જમા કરાવી હતી

પાટડી નાગરિક બેંકમાં સાઇબર ક્રાઇમથી રૂ. 54 લાખનું ફ્રોડ થયાની ઘટના બાદ બેંકે બેંકના કોઇ ખાતેદારની થાપણને અસર ન થવાની સાથે સંપૂર્ણ થાપણ સલામત હોવાનું જણાવી બેંક દ્વારા ગાંધીનગર ગુજરાત સ્ટેટ સી.આઇ.ડી. ક્રાઇમ બ્રાન્ચમાં ફરીયાદ કરવાની સાથે પાટડી નાગરીક બેંક દ્વારા સાઇબર ક્રાઇમનું ફોરેન્સિક ઓડીટ પણ કરવામાં આવ્યું છે. આ અંગે પાટડી નાગરિક બેંકના ચેરમેન રશ્મિભાઇ પરીખ, વાઇસ ચેરમેન રામપાલજી પારીક અને મેનેજર મુકેશભાઇ દેસાઇએ જણાવ્યું કે, પાટડી નાગરિક બેંકનું ધી ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક લિ.અમદાવાદમાં આરટીજીએસ એકાઉન્ટ ખોલાવેલું છે.

એ ખાતામાં સાઇબર ક્રાઇમ દ્વારા RTGSના 14 વ્યવહારોથી અલગ-અલગ બેંકમાં અલગ-અલગ નામ તથા ખાતા નંબરથી રકમ બેંક ખાતામાં ઉધારી ફ્રોડ ખાતામાં જમા કરાવી હતી. વધુમાં આ વ્યવહારમાં બેંકના કોઇ ખાતેદારની થાપણને અસર ન થવાની સાથે સંપૂર્ણ થાપણ સલામત હોવાની સાથે બેંક દ્વારા આ સાઇબર ક્રાઇમ (ફ્રોડ)ની ગાંધીનગર ગુજરાત સ્ટેટ સી.આઇ.ડી. ક્રાઇમ બ્રાન્ચમાં ફરીયાદ કરવાની સાથે પાટડી નાગરીક બેંક દ્વારા સાઇબર ક્રાઇમનું ફોરેન્સિક ઓડીટ પણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...