તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રીપીટ થિયરી:પાટડી પાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસની નો રીપીટ થિયરી, ભાજપનું ક્લિન સ્વીપનું લક્ષ્ય

પાટડી25 દિવસ પહેલા
 • કૉપી લિંક

પાટડી નગરપાલિકાની 24 બેઠક માટે ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતના પક્ષો ઉમેદવારોની પસંદગીમાં કોઈ કસર છોડવા માગતા નથી. કૉંગ્રસના ‘નો રીપીટ થિયરી’ અપનાવી તમામ 24 ઉમેદવાર નવા હશે તેવો દાવો કરાઈ રહ્યો છે. બીજી તરફ ભાજપે ગત ચૂંટણીમાં 24માંથી 22 બેઠક કબજે કરી હતી. આ વખતે તમામ 24 સીટો પર ભગવો લહેરાવાનો દાવો કર્યો છે.

ગત ચૂંટણીમાં 24માંથી 22 બેઠક ભાજપના ફાળે અને વોર્ડ નંબર 1ની જ કૉંગ્રેસની 2 મહિલા ઉમેદવાર વિજેતા બની હતી. બાદમાં કૉંગ્રેસના વોર્ડ નંબર-1ના વિજેતા ઉમેદવાર ગીતાબહેન ભરતકુમાર વરસાણી ભાજપમાં જોડાયા બાદ એમને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના મંત્રી બનાવાયા હતા.

આથી પાટડી પાલિકાની આ વખતની ચૂંટણીમાં ભાજપ માટે ગઈ વખત કરતાં સારો દેખાવ કરી તમામ બેઠક કબજે કરી ક્લીન સ્વીપ કરવાનું દબાણ છે. બીજી તરફ કૉંગ્રેસ માટે ‘વકરો એટલો નફો’ જેવો ઘાટ છે. જ્યારે આમ આદમી પાર્ટી સહિતના અપક્ષો ભાજપ અને કૉંગ્રેસમાંથી કોનું ગણિત બગાડશે, એના પર સૌની નજર છે.

આ વખતે પાલિકાની તમામ 24 બેઠક પર ભગવો લહેરાશે
ગત ચૂંટણીમાં 24માંથી 22 બેઠક ભાજપના ફાળે આવી હતી. ભાજપે 5 વર્ષમાં કરેલાં વિકાસના નામે લોકો સમક્ષ જઈ તમામ 24 બેઠક કબજે કરી ક્લિન સ્વીપ કરી ઇતિહાસ રચશે.- ચેતન શેઠ, પ્રમુખ,પાટડી શહેર ભાજપ

​​​​​​​કૉંગ્રેસના 24 ઉમેદવાર નવા, સ્વચ્છ છબિ ધરાવતા હશે
કૉંગ્રેસ તમામ 24 બેઠક પર નવા અને સ્વચ્છ છબિ ધરાવતા ઉમેદવારો મૂકી એક પણ જૂનાને રીપીટ નહીં કરે. 15 મુદ્દા સાથેનો મેનિફેસ્ટો રીલીઝ કરી મત માગવા જશે. - વિક્રમ રબારી, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી

​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો