ફરિયાદ:પાટડીના અખિયાણા ગામે અપહરણ, એટ્રોસિટી અને દુષ્કર્મની સામસામે ફરિયાદ

પાટડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટડી તાલુકાના અખિયાણા ગામના પરેશભાઇ જીવણભાઇ મકવાણાએ અખિયાણા ગામના રીયાઝખાન અલેફખાન મલેક અને અરબાઝખાન હયાતખાન મલેક વિરૂદ્ધ બજાણા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જે મુજબ આ બંને આરોપીએ અગાઉની ચૂંટણીની મનદુ:ખ રાખી પરેશભાઇ મકવાણા કુદરતની હાજતે જઇ રહ્યો હતો ત્યારે સ્વીફ્ટ ગાડીમાં બળજબરી પૂર્વક અપહરણ કરી અરબાઝખાન હયાતખાન મલેકના તબેલામાં લઇ જઇ બંને આરોપીએ લાકડીઓ વડે હાથે, પગે અને શરીરના ભાગે માર મારી ડાબા હાથે ફેક્ચર કરી શરીરે મૂઢ માર મારી અને રીયાઝખાન મલેકે પરેશભાઇ મકવાણાના ડાબા હાથે છરી મારી રૂ. 50,000ની માગણી કરી મારી નાખવાની ધમકી આપી જાતીય પ્રત્યે અપમાનિત કરી એટ્રોસિટીની બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામે 1 મહિલાએ અખિયાણા ગામના પરેશભાઇ જીવણભાઇ મકવાણા વિરૂદ્ધ બજાણા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યાનુસાર આ મહિલા માલવણ-ધ્રાંગધ્રા હાઇવે રોડ પર અખિયાણા ગામ પાસે રાજનપીરની દરગાહ પાસે કુદરતી હાજતે જઇ રહી હતી. ત્યારે પરેશભાઇ મકવાણાએ મહિલાને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ બજાણા પોલીસ મથકે નોંધાવી છે. આ કેસમાં સામસામે પોલીસ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ બજાણા પીએસઆઇ એન.એ.ડાભી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...