વિવાદ:કલેક્ટર ઝીંઝુવાડા આવવાના છે, એટલે નવા નાળામાં થીગડા મારી ઢાંક પીછાડો

પાટડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટડીથી જૈનાબાદ અને ઝીંઝુવાડા વચ્ચેનો રસ્તો કાયમ ટ્રાફિકથી ધમધમતો રહે છે. ઝીંઝુવાડાથી જૈનાબાદ વચ્ચે ચાર મહિના અગાઉ કરોડોના ખર્ચે બનેલા છ નાળામાંથી મોટા ભાગના નાળામાં સળીયા દેખાવા લાગતા કોન્ટ્રાક્ટર દ્વારા પોલ ઉઘાડી ના પડે અે માટે અને આજે સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કે.રાજેશ ઝીંઝુવાડા આવતા હોવાની બાતમી મળતા તંત્ર દ્વારા મસમોટ‍ા મશીનો અને સાધનો મુકી કપચી અને સિમેન્ટ દ્વાર‍ નવા નાળા પર જ મસમોટા થીગડા મારી ઢાંક પીછોડો કરવામાં આવ્યો છે. આ રસ્તેથી પસાર થતા દિવ્યભાસ્કરના અેક વાચકે તંત્રના આ ઢાંક પીછોડીની તસ્વીર મોકલી તંત્રના નબળા કામની પોલ છતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...