તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેરકાયદેસર પાણી ચોરી:માળીયા શાખાની કેનાલનું પાણી લેવા માટે ખેડૂતો પાસેથી નાણાંની ઉઘરાણી

પાટડી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
નર્મદા કેનાલમાંથી બકનળી વડે પાણી ચોરી. - Divya Bhaskar
નર્મદા કેનાલમાંથી બકનળી વડે પાણી ચોરી.
 • અસમાજીક તત્વો પાણી ચોરી વીઘે રૂ.600થી 1000 વસૂલે છે
 • કામલપુરના યુવા સરપંચની આમરણાંત ઉપવાસની ચીમકી

ટડી પથંકમાંથી પસાર થતી સરકારની માલિકીની માળીયા શાખા કેનાલમાંથી ગેરકાયદેસર પાણી ચોરી અસામાજિક તત્વો દ્વારા ખેડૂતો પાસેથી પાણી લેવાના બેરોકટોક નાણા ઉઘરાવાય છે. આ બાબતે કામલપુરના સરપંચે નર્મદા વિભાગને રજૂઆત કરી પાણી ચોરી અને ઉઘરાણા બંધ નહીં કરાય તો નર્મદા વિભાગની કચેરી સામે જ આમરણાંત ઉપવાસ પર બેસી જવાની ચીમકી ઉચ્ચારાઇ છે. પાટડી પથંકમાંથી પસાર થતી લખતર ઢાંકી પમ્પીંગ સ્ટેશનમાંથી આવતી માળીયા શાખા કેનાલના પાણીનો ઉપયોગ ફક્ત પીવાના પાણી તરીકે જ ઉપયોગ કરવામાં આવે છે.

પાણી ખેતરોમાં છોડવામાં આવે છે.
પાણી ખેતરોમાં છોડવામાં આવે છે.

છતાં કેટલાક માથાભારે અસામાજિક તત્વો દ્વારા આ કેનાલનું પાણી ગેરકાયદેસર રીતે ભુંગળા અને બકનળી મૂકી વોકળામાં પાણી ઠેલવી કેનાલના પાણીનો ગેરકાયદેસર રીતે લઇ સરકારની માલિકીની કેનાલમાંથી પાણી લેવા ખેડૂતો પાસેથી જીરા અને એરંડાના પાકમાં પાણી પીવડાવવા વિઘે રૂ. 600થી 1000 લેખે નાણા ઉઘરાવતા હોવાની ખુબ બુમરાડ ઉઠવા પામી છે. આ પ્રશ્ને કામલપુર ગામના યુવા સરપંચ અમજદખાન મલેકે નર્મદા વિભાગને અનેકો વખત રજૂઆત કરવા છતાં કોઇ જ કાર્યવાહી હાથ ધરાઇ નહોંતી. આથી આમરણાંત ઉપવાસ પર બેસી જવાની ચિમકી ઉચ્ચારાતા તંત્રમાં ભર શિયાળે પરસેવો છુટી જવા પામ્યોં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો