ઠંડીનો ચમકારો:પાટડી તાલુકાના રણકાંઠામાં ઠંડીનું પ્રમાણ વધ્યું : 9 ડિગ્રી તાપમાન

પાટડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાજિક આગેવાનો દ્વારા અગરિયાઓ અને તેમના પરિવારોને ધાબળા વિતરિત કર્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠા બાદ ઠંડીએ જોર પકડ્યું છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં 9 ડિગ્રી તાપમાન સાથે જિલ્લો ઠંડોગાર બની જવા પામ્યો છે.ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના રણમાં તાપમાન વધુ ગગડ્યું છે અને ત્યાં વધુ ઠંડીનું જોર રહ્યું હતું. સામાજિક આગેવાનો દ્વારા અગરિયાઓ અને તેમના પરિવારોને ધાબળા વિતરણ કર્યા હતા.

વેરાન રણમાં ઠંડીનો પારો ઉંચે જતા નાના રણમાં પ્રોફેસર મનીષભાઈ એમ.ગાંધી અને અન્ય સામાજિક સંસ્થાઓ તરફથી મીઠું પકવનારા શ્રમિક અગરિયાઓને રણમાં હાડ ગાળી નાખતી ઠંડીથી બચવા રણમાં ઝૂંપડે ઝૂંપડે જઇને ગરમ ધાબળાનું વિતરણ કર્યુ હતુ. અને અગરિયાઓ અને તેનો પરિવાર સલામત બને તેવા પ્રયાસો સામાજિક સંસ્થાઓ અને સામાજિક આગેવાનો દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

મોડી સાંજે રણકાંઠામાં મધરાત્રી જેવું વાતાવરણ થઇ જવા પામ્યું હતું. અને રોડ રસ્તાઓ સુમસામ બન્યા હતા. તેવા સંજોગોમાં જિલ્લામાં હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ હવામાન તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.ત્યારે આગામી દિવસોમાં હજુ પણ વધુ ઠંડી પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેવા સંજોગોમાં કોલ્ડવેવની પરિસ્થિતિમાં જિલ્લાવાસીઓ સુરક્ષિત બને તે માટે હવામાન તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે. ખુલ્લામાં સૂતેલા લોકોને સતત સતર્ક રહી અને ઠંડી સામે રક્ષણ મેળવે તેવી અપીલ હવામાન તંત્રની ટીમ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...