ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં મીઠાની સીઝન દરમ્યાન રણમાં નર્મદાનું પાણી આવે એ મોટી આફત. આ વર્ષે પણ ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની પાછળની સાઈડમાં ફૂલગામડી રણ વિસ્તારમાં રણ શાળાની બસ મૂકી અને 2 દિવસમાં જ આ બસ શાળા ફરતે પાણી આવ્યું. જેથી નિશાળમાં બાળકો, શિક્ષક જઈ શક્યા નહીં. શિક્ષકે એક અગરિયાના છાપરે બાળકોને ભણાવવાનું ચાલુ રાખ્યું. પણ પાણીમાંથી, કીચડમાંથી બાળકો આવે કેવી રીતે ? 8-9 બાળકો અગરિયાના છાપરે ભણે છે, મઘ્યાન ભોજન, દૂધ, ચીકી મળે છે.
શિક્ષક ઉત્સાહી એટલે શરૂઆતમાં જ્યારે વઘુ પાણી હતુ, ત્યારે બાઈક મૂકીને ચાલતા ચાલતા જઈને પણ ભણાવતા. અત્યારે મોટરસાઇકલ છાપરા સુઘી જાઈ શકે છે. અગરિયા હિતરક્ષક મંચની ટીમના પંક્તિબેન જોગ અને ભરતભાઇ સોમેરા સહિતના સ્ટાફે ટ્રેક્ટર લઇને રણ શાળા સુધી ગયા. હજુ પણ બસને ત્યાંથી ખસેડી શકાય એટલુ રણ સુકાયું નથી.
પાણીના ટેન્કર મોટા એટલે એ પણ ફૂલગામડી વિસ્તારમાં ન જાઈ શકે. ટ્રેક્ટર માઉન્ટ કરેલા ટેન્કર માટે અગાઉ પણ પાણી પુરવઠા વિભાગ સાથે વાત કરી હતી. પણ અગરિયાઓ ફરીથી રજુઆત કરવાના છે. નર્મદાના પાણીનો આ પ્રોબ્લેમ કાયમ માટે નિવારવા માટે સરકારે નર્મદાનું પાણી રણમાં ન વેડફાય, અને ખેડૂતોને મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જરુરી બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.