એરંડાની આવક:પાટડી માર્કેટિંગ યાર્ડમાં એરંડો પ્રધાન 15 હજાર મણની વિક્રમી આવક, 1425 સુધી ભાવ બોલાયા

પાટડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માર્કેટિંગ યાર્ડમાં 15,000 મણ એરંડાની આવક. 1425 સુધી ભાવ બોલાયા. - Divya Bhaskar
માર્કેટિંગ યાર્ડમાં 15,000 મણ એરંડાની આવક. 1425 સુધી ભાવ બોલાયા.
  • ઇસબગુલની 2000 મણ આવકના ભાવ 2550 સુધી, જીરાના રૂ. 4500 સુધી બોલાયા

પાટડી માર્કેટિંગ યાર્ડમાં સોમવારે જ 15000 મણ એરંડાની આવક નોંધાઇ હતી અને ભાવ પણ 1425 સુધી બોલાયા હતા. જ્યારે પાટડી એપીએમસીમાં ઇસબગુલની 2000 મણ આવકને ભાવ રૂ. 2550 સુધી બોલાયા, જ્યારે જીરાના ભાવ રૂ. 4500 સુધી બોલાયા હતા. જ્યારે કપાસની પણ સોમવારે 1000 મણ આવક નોંધાઇ હતી.

પાટડી માર્કેટિંગ યાર્ડમાં સોમવારે ઉઘડતી બજારે એક જ દિવસે 15000 મણ એરંડા, 600 મણ જીરા અને 2000 મણ ઇસબગુલ, રાયડો 500 મણ, સવા 400 મણ અને કપાસની 1000 મણ વિક્રમજનક આવક નોંધાઇ છે. જ્યારે પાટડી માર્કેટિંગ યાર્ડમાં સોમવારના ભાવની વાત કરવામાં આવે તો એરંડના ભાવ મણે રૂ. 1420થી 1425, જીરાના ભાવ મણે રૂ. 4300થી 4500, ઇસબગુલના ભાવ મણે રૂ. 2500થી 2550, રાયડાનો ભાવ મણે રૂ. 1150થી 1230, સવાનો ભાવ મણે રૂ. 1350થી 1400 અને કપાસનો ભાવ મણે રૂ. 1050થી 1100 બોલાતા હરાજી માટે આવેલા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા.

જ્યારે આ અંગે પાટડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન શૈલેષભાઇ પટેલ, વાઇસ ચેરમેન દેવેન્દ્રભાઇ પાવરા અને મેનેજર સાગર દેસાઇએ જણાવ્યું કે, હાલ પાટડી માર્કેટિંગ યાર્ડમાં એરંડાની વિક્રમજનક આવક સાથે ખેડૂતોને એરંડા સહિતની વિવિધ ઉપજના ઘેર બેઠા સારા ભાવ મળી રહેતા તાલુકા ભરના ખેડૂતો વહેલી સવારથી જ ટ્રેક્ટરો ભરીને પાટડી માર્કેટિંગ યાર્ડ બહાર લાઇનો લગાવી દે છે.

અન્ય સમાચારો પણ છે...