તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કચ્છથી મુંબઇ જતી કારની માલવણ પાસે ગુલાંટ : 1 મોત

પાટડી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લગ્ન પ્રસંગ પતાવી પરત જતી વખતે નડ્યો અકસ્માત: ચાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા
 • રાપરથી નીકળેલા પરિવારને કાળ ભેટી ગયો

કચ્છથી મુંબઇ જતા પરિવારને માલવણ હાઇવે પર અખીયાણા ગામ પાસે કાર પલટી ખાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં રાપરના શખ્સનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે અેક જ પરિવારના પતિ-પત્નિ અને બે દિકરીઓ ગંભીર રીતે ઘવાતા સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

કચ્છના રાપર તાલુકાના કિડીયાનગર ખાતે રહેતો હરેશભાઇ રાણાભાઇ રાઠોડ ( ઉંમર વર્ષ- 19 ) રાપર તાલુકાના પીછાણા ગામના રાજેશભાઇ મૂળજીભાઇ પટેલ અેમની પત્નિ વાલીબેન રાજેશભાઇ પટેલ અને બે દિકરીઓ વૈશાલીબેન રાજેશભાઇ પટેલ અને અર્ચનાબેન રાજેશભાઇ પટેલ સાથે મારુતિ શીફ્ટ કારમાં કચ્છ-રાપરથી લગ્ન પ્રસંગ પતાવીને પુરઝડપે પરત મુંબઇ જઇ રહ્યાં હતા. ત્યારે માલવણ હાઇવે પર અખીયાણા ગામ પાસે પુરઝડપે જતી કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડ નીચે ઉતરીને પલટી ખાઇ ગઇ હતી.

જેમાં હરેશભાઇ રાણાભાઇ રાઠોડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. જ્યારે કારમાં સવાર પતિ-પત્નિ અને બે દિકરીઓને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ ગોઝારા અકસ્માતની જાણ થતા બજાણા પીઅેસઆઇ વી.અેન.જાડેજા અને ભરતદાન ગઢવી સહિતનો પોલિસ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ મૃતક હરેશભાઇ રાઠોડની લાશને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી દવાખાને મોકલી અાપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ બજાણા પીઅેસઆઇ વી.અેન.જાડેજા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો