પાટડી તાલુકાના મેરા મહિલા હત્યા કેસમાં ફરીયાદી પુત્રની એફઆઇઆરમાં નિવેદનમાં વિરોધાભાસ આવતા પોલીસે એ દિશામાં પણ ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે દસાડા પોલીસે આજે પણ વધુ લોકોના નિવેદન લઇ રહ્યાં છે. ત્યારે કોણે ઘાતકી હુમલો કરી ગજરાબેનની હત્યા કરી એ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આજે ધ્રાંગધ્રા ડીવાયએસપી કચેરીના પોલીસ અધિકારી મહેસાણા પાલા ભગતનું નિવેદન લેવા ગયા હતા. પણ ડોક્ટરે ના પાડતા પરત આવ્યા હતા. અને બીજીબાજુ આજે મૃતક મહિલા ગજરાબેન વાઘેલાનું બેસણું છે. જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટશે.
હાલ દસાડા પોલિસ, સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પોલિસ ટીમ દ્વારા ગામમાં બીજો કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે મેરામાં ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે આ ચકચારી હત્યાકેસમાં હત્યારો કોણ ? એ જાણવા ગામમા અને પંથકમાં ભારે ઉત્સુકતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.