પાટડી / બનાસકાંઠાના 55 વર્ષીય દીપસિંહનું ભારત ભ્રમણ,રૂ.1 લાખની સાયકલ પર 17000 કિ.મી.નો પ્રવાસ

રૂ.1 લાખની સાયકલ પર ભારત ભ્રમણ કરવા નીકળેલા દીપસિંહ
X

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 08:28 PM IST

પાટડી. ગત 3જી જૂને ‘વિશ્વ સાયકલ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બનાસકાંઠાના થરાના 55 વર્ષીય દીપસિંહ રાઠોડ ચલ અકેલા, ચલ અકેલાની ધૂન પર નેપાળ સહિત પુરા ભારતની 17000 કિ.મી.ની સાયકલ યાત્રા પર નીકળ્યાં છે.દીપસિંહ બંને દિકરીઓના લગ્ન અને પત્નિનું અકાળે મોત બાદ એકલવાયું જીવન જીવી રહ્યા છે. તેઓ ભારતના દરેક મંદિરોમાં અતૂટ શ્રધ્ધા સાથે પોતાની તમામ સુવિધાયુક્ત રૂ. 1.05 લાખમાં તૈયાર થયેલી સાયકલ લઇને કોલકાત્તાથી લઇ નેપાળ સુધીની 17000 કિ.મી.ની સાયકલ યાત્રા પુરી કરી છે. હાલ દ્વારકાથી મુંબઇ સિધ્ધિ વિનાયક સહિત રસ્તામાં આવતા તમામ નાના-મોટા ખ્યાતનામ મંદિરો સાથે 3000 કિ.મી.ની સાયકલ યાત્રા કરતા કરતા આજે પાટડી પહોંચ્યા હતા. 

લોકડાઉનને કારણે ત્રણ મહિના સુધી જામ ખંભળિયામાં ફસાયા
ભગવાનમાં અતૂટ શ્રધ્ધા ધરાવતા દીપસિંહ રાઠોડે DivyaBhaskarને જણાવ્યું કે, દ્વારકાથી નીકળ્યા બાદ કોરોનાના કારણે લોકડાઉન જાહેર થતાં 3 મહિના સુધી જામ ખંભાળિયામાં ફસાયો હતો. ત્યાર બાદ ત્યાંથી નીકળીને હાલ પાટડી પહોંચીને બેચરાજી જવા નીકળ્યો છું. રસ્તામાં દરેક જગ્યાએ લોકોનો અભૂતપૂર્વ સાથ સહકાર મળ્યો છે. તેઓ છેલ્લા 11 વર્ષથી ‘જાત્રા સ્પેશ્યલ’ સાયકલ યાત્રા કરી ભારત ભ્રમણ કરી રહ્યાં છે.

  • લાખેણી સાયકલમાં કઈ કઈ સુવિધા
  • GPS સિસ્ટમ, LED લાઇટ, પંખો, મ્યૂઝિક સિસ્ટમ
  • ચોરી ન થાય તે માટે ઝાટકા મશીન
  • ઇન્વેર્ટર, CCTV કેમેરા
  • મા મેલડી, મા ખોડીયાર મા અને રાઠોડ પરિવારના કૂળદેવી નાગણેશ્વરી દેવીના લાઇટીંગ સાથેના ફોટો
  • કપડા, ઓઢવા-પાથરવાની તમામ વસ્તુઓ

(તસવીર અને અહેવાલઃ મનિષ પારીક, પાટડી)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી