તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધિ:પાટડીના માલણપુરની ખેડૂતપુત્રી 23 વર્ષની ઉંમરે પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં રાજ્યમાં અવ્વલ

પાટડી12 દિવસ પહેલા
પોલીસ ઇન્સપેક્ટરની પરીક્ષામાં અવ્વલ આવનારી માલણપુરની ખેડૂત પૂત્રી દેવ્યાનીબા અને પરિવારની તસવીર
 • કોલેજથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી, જુિનયર ક્લાર્કમાં ફરજ બજાવતા હતા

‘મહેનત ઇતની ખામોશી સે કરો કી, સફલતા શોર મચા દે’ તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવેલ પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં પાટડીના માલણપુરની ખેડૂત પુત્રીએ સરકારી નોકરી કરવાની સાથે 23 વર્ષની ઉંમરે પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં રાજ્યમાં અવ્વલ આવી ઇતિહાસ રચ્યો હતો.

પોલીસ ઇન્સપેક્ટરની પરીક્ષામાં અવ્વલ આવનારી માલણપુરની ખેડૂત પૂત્રી દેવ્યાનીબા અને પરિવારની તસવીર
પોલીસ ઇન્સપેક્ટરની પરીક્ષામાં અવ્વલ આવનારી માલણપુરની ખેડૂત પૂત્રી દેવ્યાનીબા અને પરિવારની તસવીર

પાટડી તાલુકાના માલણપુરના ખેડૂત પુત્રી દેવ્યાનીબા બારડ સમગ્ર રાજ્યમાં મહિલાઓમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઇ ઇતિહાસ રચ્યો છે. ખેડૂત પુત્રી દેવ્યાનીબા બારડ આ પૂર્વે પણ ધોરણ 10માં સમગ્ર તાલુકામાં પ્રથમ નંબરે રહ્યા હતા ત્યારબાદ તેઓએ ધોરણ- 12 માં 88 % બાદમાં બીકોમ સાથે અમદાવાદથી સ્નાતકની પદવી મેળવી હતી.આ દરમિયાન બી.કોમ.ના અભ્યાસ દરમિયાન જ દેવ્યાનીબાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાની શરૂ કરી હતી. અને ગ્રેજ્યુએટ થયા બાદ જુનિયર કારકુનની પરીક્ષામાં સફળતા મેળવીને અમદાવાદ જિલ્લા પંચાયતમાં જુનિયર કારકુન તરીકે ફરજ બજાવવાની શરૂઆત કરી હતી.

ત્યારબાદ દેવ્યાનીબાએ એટલેથી ન અટકતા તેઓએ વધારે તૈયારીઓ શરૂ કરી અને જેના પરિણામ સ્વરૂપે તેઓએ માત્ર 23 વર્ષની ઉંમરે ગુજરાત જાહેર સેવા આયોગ (gpsc)ની પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા મહિલા શ્રેણીમાં રાજ્યમાં પ્રથમનંબરે પાસ કરી ઇતિહાસ રચ્યો હતો. દેવ્યાનીબા બારડની આ સફળતા બદલ સમગ્ર વિસ્તાર તથા ખાસ કરીને નાડોદા રાજપૂત સમાજ લાગણીઓની શુભેચ્છા સાથે ગૌરંવિત થઈ રહ્યો છે. દેવ્યાનીબાની આ સફળતાથી વિસ્તારના યુવાનો તેમનામાંથી પ્રેરણા લઇ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા છે.

દેવ્યાની બારડના પિતા અજીતભાઇ બારડ
દેવ્યાની બારડના પિતા અજીતભાઇ બારડ

મારી દીકરી ભણવામાં ખૂબ જ તેજસ્વી : અજીત બારડ
ખેડૂત એવા અજીત બારડે જણાવ્યું હતું કે, હું ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવું છું. મારે સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે. મોટી દીકરી બીએડ કર્યા બાદ એના લગ્ન કરી દીધા હતા. મારી નાની દીકરી દેવ્યાનીબા નાનપણથી જ ભણવામાં ખૂબ જ તેજસ્વી હોવાની સાથે એને આઇએએસ કે આઇપીએસ બનવાની ઇચ્છા હતી. ધો.10 અને 12 બોર્ડમાં અવ્વલ નંબરે પાસ થયા બાદ એને અમદાવાદ જિલ્લા પંચાયતમાં સરકારી નોકરી મળી હતી. નોકરીની સાથે સાથે એણે તલાટીની પરીક્ષા પણ પાસ કરી હતી. અને હવે પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં અવ્વલ નંબરે પાસ થયા બાદ હજી એ ક્લાસ વન ઓફિસરની પરીક્ષા માટેની તૈયારી કરવાની સાથે અમારા પરિવાર અને સમાજની સાથે સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે.

દેવ્યાનીબાની ટીપ્સ- આકરી મહેનત કરોને ક્યારેય હિંમત ના હારો સફળતા અવશ્ય મળશે
દેવ્યાનીબાની ટીપ્સ- આકરી મહેનત કરોને ક્યારેય હિંમત ના હારો સફળતા અવશ્ય મળશે

આકરી મહેનત કરોને ક્યારેય હિંમત ના હારો સફળતા મળશે
દેવ્યાનીબા બારડે જણાવ્યું હતું કે, મારું મૂળ વતન તો વિરમગામ તાલુકાનું ડુમાણા ગામ છે. પણ હું મારા ફોઇના ત્યાં માલણપુર ગામે રહીને ભણી છું. મને નાનપણથી જ ભણીને આઇએએસ કે આપીએસ બનવાની ઇચ્છા હતી. જેમાં ધોરણ 10 અને બોર્ડમાં સારા માર્કસ બાદ મેં સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાની શરૂઆત કરી હતી. જેમાં અમદાવાદ જિલ્લા પંચાયતમાં ક્લાર્કની નોકરી મળ્યા બાદ મેં સરકારી નોકરીની સાથે તલાટીની પરીક્ષા પણ પાસ કરી હતી. અને પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં મેં આકરી મહેનત સાથે સમગ્ર ગુજરાતમાં અવ્વલ નંબર મેળવ્યો હતો. મારું એવું માનવું છે કે, આકરી મહેનત કરોને ક્યારેય હિંમત ના હારો સફળતા અવશ્ય મળશે. હજી મારે આગળ તૈયારી કરીને આઇએએસ કે આઇપીએસ બનવું છે. પોલીસ ઇન્સ્પેક્ટરની નોકરી મળવા છતાં હું હાલની ઇલેક્શન ડ્યૂટીની ફરજ એટલા જ ખંતથી કરી રહી છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો