પાટડી ખાતે અનુ.જાતિ હિત રક્ષક સમિતિ (પાટડી, માંડલ, વિરમગામ, દેત્રોજ) દ્વારા દિલ્હીની ગેંગરેપ / હત્યાના બનાવમાં કાર્યવાહી માટે વિવિધ માંગણીને લઈને પ્રધાનમંત્રીને રજુઆત મોકલવા પાટડી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં દિલ્હીમાં અનુ.જાતિ દીકરી ઉપર ગેંગરેપ અને હત્યાના આરોપીઓને ફાંસી આપવાની માંગ કરાઈ હતી.
તાજેતરમાં દિલ્હીમાં અનુ.જાતિની દીકરી ઉપર ગેંગરેપ અને હત્યાના બનાવના દેશ આખામાં જોરદાર પડઘા પડ્યાં છે. જેમાં રાજ્યમાં પણ અનુ.જાતિ સમાજ દ્વારા આવેદનપત્ર દ્વારા રોષ પ્રગટ કરવામાં આવી રહ્યોં છે. જેના ભાગરૂપે પાટડી ખાતે અનુસુચિત જાતિ સમાજના અગ્રણીઓ અરજનભાઈ સોલંકી, એલ.એસ.પરમાર, કિરીટ રાઠોડ, ખોડાભાઈ રાઠોડ અને રસિક સોમેશ્વરા સહિતના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા.આજ રોજ આપવામાં આવેલા અનુ.જાતિ સમિતિના આવેદનપત્રમાં દિલ્હી પીડિત પરિવારને વળતર આપવું તેમજ આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.