તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:અગરિયાની કહાણી જણાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘રણની ઘાયલ આત્મા’ મુંબઇ યુનિવર્સિટીના સિલેબસમાં સિલેક્ટ થઈ

પાટડી20 દિવસ પહેલાલેખક: મનીષ પારીક
 • કૉપી લિંક
 • 2 જુલાઇએ મુંબઈ યુનિવર્સિટીની ફેકલ્ટી મીટિંગમાં આ ડોક્યુમેન્ટરી ફિલ્મ કમ્પલસરી સિલેબસમાં સિલેક્ટ થઇ

રણમાં મીઠું પકવતા છેવાડાના માનવી એવા અગરિયાઓના જીવનના તાણા-વાણાને વણી લેતી 55.20 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘રણની ઘાયલ આત્મા’નો મુંબઇ યુનિવર્સિટીના સિલેબસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 8 ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સહિત કુલ 10 ફિલ્મ ફેસ્ટિવલમાં છવાયા બાદ તાજેતરમાં 2 જુલાઇના મુંબઈ યુનિવર્સિટીની ફેકલ્ટી મીટિંગમાં આ ડોક્યુમેન્ટરી ફિલ્મ કમ્પલસરી સિલેબસમાં સીલેક્ટ થઇ છે.

મુંબઇના ડાયરેક્ટર દિનેશ લખનપાલ રણમાં મીઠું પકવતા અને વર્ષના આઠ મહિના દુનિયાથી અલિપ્ત રહી ‘કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું’ પકવી લોકોનું ભોજન સ્વાદિષ્ટ બનાવતા એવા ગરીબ અને પછાત અગરિયાઓની વેદનાના વાચા આપતી 55.20 મીનિટની ‘રણની ઘાયલ આત્મા’ નામની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી. આ ડોક્યુમેન્ટરી ફિલ્મ યુ.એસ.એ., મોસ્કો, સાઉથ કોરિયા, લાગોસ સહિત કુલ 8 ફિલ્મ ફેસ્ટિવલમાં મળી ન્યૂ દિલ્હી ઓપન ફ્રેમ ફિલ્મ ફેસ્ટિવલ અને પંચગીની, મહારાષ્ટ્રના ઓલ લિવિંગ્સ થિંગ્સ એનાવાર્યમેન્ટલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળી કુલ 10 નામી ફિલ્મ ફેસ્ટિવલમાં છવાઇ હતી.

રણમાં મીઠું પકવતા અગરિયાની આ ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘રણની ઘાયલ આત્મા’એ આટલેથી ના અટકતા આ ડોક્યુમેન્ટરી ફિલ્મનો મુંબઇ યુનિવર્સિટીના ડિગ્રી કોર્સ બીએ ઇન મલ્ટિમીડિયા એન્ડ કોમ્યુનિકેશનના થર્ડ ઇયર BAMMCમાં પાંચમાં સેમિસ્ટરમાં નવા સબ્જેક્ટ ‘ડોક્યુમેન્ટરી એન્ડ એડ ફિલ્મ મેકિંગ’માં કમ્પલસરી સિલેબસમાં સિલેક્શન થયું છે. તાજેતરમાં 2 જુલાઇના મુંબઈ યુનિવર્સિટીની ફેકલ્ટી મીટિંગમાં આ ડોક્યુમેન્ટરી ફિલ્મ કમ્પલસરી સિલેબસમાં સીલેક્ટ થઇ છે.

“હમ તો નમકહરામ હૈ” બેસ્ટ કોમપ્લિમેન્ટ હતું: દિનેશ લખનપાલ
રણમાં મીઠું પકવતા અગરિયાઓના જીવનને વણી લેતી 55.20 મિનિટની આ ડોક્યુમેન્ટરી ફિલ્મ માટે હું દશથી બાર વખત રણમાં આવી અંદાજે દોઢથી બે વર્ષ સુધી રણ ખુંદી આ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી. જે જોઇને સાઉથના નેશનલ એવોર્ડ વિજેતા ડાયરેક્ટર એ.ભીમસીંગના દિકરાએ આપેલું કોમ્પ્લિમેન્ટ કે “હમ તો વાકઇ મેં નમકહરામ હૈ” મારા માટે અત્યાર સુધીનું બેસ્ટ કોમ્પ્લિમેન્ટ રહ્યું છે.

8 ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં છવાઇ

 • ઓપન ફ્રેમ ફિલ્મ ફેસ્ટિવલ, આઇઆઇસી, ન્યૂ દિલ્હી-2019
 • મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, મુંબઈ - 2020
 • સોલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, સાઉથ કોરિયા - 2019
 • ન્યૂ હાર્વેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, મોસ્કો- 2019
 • ઇન્ડિપેન્ડેન્ટ શોર્ટસ એવોર્ડ્સ, હોલિવુડ, લોસ એન્જલસ, USA- 2019
 • યુરેશિઆ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, મોસ્કો- 2019
 • રિઅલ ટાઇમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, લાગોસ- 2021
 • 18મી કાલપાનિરઝાર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ- કલકત્તા- 2020
 • જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, જયપુર (રાજસ્થાન)- 2021
 • ઓલ લિવિંગ્સ થિંગ્સ એનર્વામેન્ટલ ફિલ્મ ફેસ્ટિવલ, પંચગીની (મહારાષ્ટ્ર) - 2021
અન્ય સમાચારો પણ છે...