સરવે:આઝાદી બાદ કચ્છના નાના રણના અગરિયા પહેલીવાર રેકોર્ડ પર આવશે

પાટડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટાની સ્થળ સ્થિતિની નક્શા સાથેની વિગતો ડાઉનલોડ કરી ઉપયોગમાં લઇ શકશે

કચ્છના નાના રણનો આજ દીન સુધી ક્યારેય સરવે થયો નથી અને સરકાર દ્વારા આ રણને સરવે નંબર ‘ઝીરો’ નામ અપાયું છે. હાલમાં રણમાં મીઠું પકવતા અગરિયાઓનો ડિજિટલ સરવેનું કામ ચાલતું હોઇ આગામી દિવસોમાં રણના અંદાજે 5000 અગરિયા પરીવારોની સંપૂર્ણ વિગત ઓનલાઇન મળવાની સાથે એમને ડિજિટલ સરનામું મળશે. અગરિયાઓ હવેથી 7/12ની જેમ તેમના પાટાની સ્થળ સ્થિતિની નક્શા સાથેની વિગતો ડાઉનલોડ કરી ઉતારા તરીકે ઉપયોગમાં લઇ શકશે.

સેન્ટ્રલ સોલ્ટ કમિશનરના રિપોર્ટમાં કચ્છના નાના રણમાં અગરિયાઓ દ્વારા પકવવામાં આવતા મીઠાના કુલ ઉત્પાદને ‘સોલ્ટ-પ્રોડક્શન બાય અન-રેક્ગ્નાઈઝ યુનિટ’ તરીકે બતાવવામાં આવે છે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલી જ વાર પાટે પાટે જઈને રણ અને અગરિયાઓનો ડિજિટલ સરવે હાથ ધરાઈ રહ્યો છે. તેમાં દરેક અગર પર જઈ અગરિયા પરિવારની માહિતી, બાળકોનું શિક્ષણ, મીઠા ઉત્પાદન, પાટાનું લોકેશન (સ્થળ) અક્ષાંશ - રેખાંશમાં, ડીઝલ ખર્ચ, પરિવારનો કુલ માસવાર ખર્ચ, આરોગ્ય પર કરેલ ખર્ચ વગેરે તમામ વિગત લેવાઈ રહી છે.

60 અગરિયાના પાટા પરના, ગામમાં બંને તબક્કા પૂર્ણ
આ વિગતો એક વેબસાઈટ પર અપલોડ કરાશે. જેથી અગરિયા કયા ગામોમાંથી રણમાં ક્યાં જઈ રહ્યા છે? તેમનો પાટો ક્યાં છે? આ ડેટાબેઝનો ઉપયોગ સરકાર પણ કરી શકશે. અગરિયા 7/12ની જેમ તેમના પોતાની સ્થળ-સ્થિતિની નકશા સાથેની વિગતો ડાઉન-લોડ કરી ઉતારા તરીકે ઉપયોગમાં લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...