તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શીક્ષણનો સેવાયજ્ઞ:અગરિયા ભુલકાંઓને ટેબ્લેટથી શિક્ષણ પૂરું પડાયું

પાટડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલમાં કોરોનાના લીધે તમામ સ્કુલોની સાથે રણ બસ શાળાઓ પણ બંધ છે. ત્યારે અગરિયા ભુલકાઓને ટેબ્લેટ દ્વારા શીક્ષણનો સેવાયજ્ઞ અવિરત ચાલી રહ્યો છે. અગરિયા હિત રક્ષક મંચ દ્વારા અગરિયા બાળકોનું શિક્ષણ ન બગડે એ વાતને ધ્યાનમાં લઇને રણમાં અગરિયાઓના ઝુપડે-ઝુપડે જઇ ટેબ્લેટ દ્વારા શિક્ષણઆપવામાં આવે છે.સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાતનાં ખુણેખુણાનો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એ માટે અગાઉ રણમાં મીઠું પકવતા અગરિયા બાળકોને પહેલા તંબુમાં શિક્ષણ પુરૂ પાડવામાં આવતુ હતુ. બાદમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જૂની ખખડધજ થયેલી બસોને મોડીફાય કરીને રણમાં બસોમાં જે તે ગામના સરકારી શિક્ષકો દ્વારા રણમાં બસોમાં શિક્ષણનું ભાથુ પુરૂ પાડવામાં આવતુ હતુ.

પરંતુ કોરોનાના લીધે હાલમાં ગુજરાતની તમામ શાળાઓની સાથે રણ બસ શાળાઓ પણ બંધ હાલતમાં છે. અને જે તે શાળાઓના બાળકોને તો હાલમાં ઓનલાઇન શિક્ષણની સુવિધાઓ આપવામાં આવી છે. ત્યારે રણમાં એક બાજુ ઇન્ટરનેટની કોઇ સુવિધાઓ નથી ત્યારે અગરિયાઓના ભુલકાઓ આખુ વર્ષ શિક્ષણથી વંચિત ન રહે એ માટે અગરિયા હિત રક્ષક મંચના સ્ટાફ દ્વારા રણમાં મીઠું પકવતા અગરિયાઓના ઝુંપડે-ઝુંપડે જઇ ટેબ્લેટ દ્વારા શિક્ષણનું ભાથું પુરૂ પાડવામાં આવી રહ્યું છે. આ તમામ ટેબ્લેટોમાં શિક્ષણને લગતા પ્રોગ્રામો ઇસ્ટોલ કરી રણમાં અગરિયાના બાળકોને શિક્ષણના સેવાયજ્ઞનું કામ અવિરત ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો