કાર્યવાહી:જૂની અદાવતમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

પાટડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાટડીના પીપળી ગામની ઘટના

પાટડી તાલુકાના પીપળી ગામે જૂની અદાવતમાં યુવાનને છરીના ઘા ઝીંકાયા હતા. હુમલામાં ગંભીર રીતે ઘાયલ યુવાનને લોહીલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવાતાં રસ્તામાં જ એનું મોત નિપજ્યું હતુ. આ બનાવ અંગે બજાણા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ હત્યા અંગેનો ગુનો દાખલ કરી આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

પાટડી તાલુકાના બજાણા પોલીસ મથક હેઠળ આવતા પીપળી ગામે તળાવની પાળ નજીક જૂની વાત ક્રિકેટ રમવા બાબતે ઝઘડામાં મન દુઃખે 2 યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન એક યુવાને આવેશમાં આવી જઇને ગામના જ મોઇનખાન નગરખાન મલેકને શરીરના ભાગે છરી જેવા હથિયારથી હુમલો કરતાં યુવાન ગંભીર રીતે ઘવાયો હતો.

જેથી લોહીથી લથપથ હાલતમાં ઘાયલ યુવાનને પ્રાથમિક સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં એની હાલત નાજૂક જણાતા ફરજ પરના હાજર તબીબે એને રાજકોટ રીફર કર્યો હતો. આથી યુવાનને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે લઈ જતાં સારવાર મળે તે પહેલા જ યુવાનનુ મોત નિપજતાં સામાન્ય ઝઘડો હત્યામાં પરિણમ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...