સહયોગ:અમદાવાદની એક યુવતીને લંડનમાં ભણવા માટે પ્રૉફસરે મકાન ગિરવે મૂકી 21 લાખની લોન લીધી

પાટડીએક મહિનો પહેલાલેખક: મનીષ પારીક
  • કૉપી લિંક
વડગામ સંસ્થાના અનાથ બાળકો સાથે પ્રો.નવિનભાઇ પટેલ નજરે પડે છે. - Divya Bhaskar
વડગામ સંસ્થાના અનાથ બાળકો સાથે પ્રો.નવિનભાઇ પટેલ નજરે પડે છે.
  • પાટડીની વડગામ સંસ્થાના પ્રૉફેસરે 60 ટકા ફી માટે સગાં-સ્વજનો પાસેથી 8.50 લાખ ભેગા કરી આપ્યા

થોડા મહિના પહેલાં ગુજરાત યુનિવર્સિટી કાર્યાલયમાંથી એક મિત્રએ ફોન કરીને વડગામ સંસ્થાના પ્રો.નવિનભાઇ પટેલનું ધ્યાન દોર્યું કે, અમદાવાદની એક તેજસ્વી દીકરીને લંડન ભણવા જવું છે પણ આર્થિક પ્રશ્ન છે. આવું જાણ્યાં પછી એમણે એ દીકરીને લંડન ભણવા જવા રૂ.21 લાખની લોન માટે પોતાનું મકાન ગિરવે મૂક્યું હતુ. અને 60 ટકા ફી માટે સગાં-સ્વજનો પાસેથી 8.50 લાખ ભેગા કરી આપ્યા હતા. એ દીકરીએ આઈ.ટી. વિષયમા બી.એસ.સી કર્યું. હતુ. એ પછી લંડનની એક યુનિવર્સિટીમાં તેને પ્રવેશ મળ્યો. જેની ફી હતી 17 લાખ રૂપિયા. તેનો પરિવાર આર્થિક રીતે આ રકમ ભેગી કરી શકે તેમ નહોતો. ત્યારે સેવાભાવી પ્રૉ. નવીનભાઈએ આ બીડું ઝડપી લીધું. પોતે તો રકમ આપી જ પણ સ્વજનો- મિત્રો- સગાં-વહાલાંને કહ્યું કે, તમે પણ સહયોગ કરો.

એ દીકરી કહે છે કે, નવીનભાઈ અને તેમના પરિવાર કારણે જ હું આજે લંડન ભણવા જઈ રહી છુ. હું તેમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે, એમણે અને એમના પરિવાર માટે ઘણું કર્યું છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં ભગવાનદાસ નગરની ચાલીમાં રહેતા નવીનભાઈ એચ.એ. કોલેજમાં મનોવિજ્ઞાન વિષયના પ્રોફેસર હતા. તેમના ઘરે રહીને અનેક વિદ્યાર્થીઓ ભણ્યા છે. એક મુસ્લિમ યુવકને તેમણે વર્ષો સુધી પોતાના ઘરે રાખીને ભણાવ્યો હતો.

છેલ્લે, તેમણે લંડન ભણવા જતી દીકરીને જે પત્ર લખ્યો હતો કે, ચિરંજીવી દીકરી, બેટા આવતી કાલે તારા જીવનની શુભ પ્રભાતની એવી શરૂઆત થવા જઈ રહી છે. જેના સોનેરી કિરણોથી તારા સમગ્ર કુટુંબીજનો માટે સોનાના સૂરજનો ઉદય થવાનો છે. જોગાનું જોગ આજે આખા વર્ષની સહુથી લાંબી રાત્રી છે. જે તારા જીવનના અંધકારને દૂર કરનારી છેલ્લી રાત્રી બની રહે. કારણ કે, આવતી કાલની શુભ પ્રભાત તારા જીવનમાં વિદેશની ધરતી પર જઈ તારી શૈક્ષણિક વ્યવસાયિક કારકિર્દી ઘડવા માટેનું પ્રથમ પગથિયું, વિઝા મેળવવા માટે જવાનું છે .જેના ઉપર તમારા આખા ઘરનું ભવિષ્ય નિશ્ચિત રીતે ઉજ્જ્વળ બનવાનું છે. આવતી કાલની આ સવાર તારા જીવનની એવી ઉત્તમ સોનેરી પ્રભાત બની રહે અને તમામ અવરોધક પરીબળો દૂર થાય અને તેની સામે મજબૂતાઈથી લડવાનું અને ટકી રહી સામનો કરવાની શક્તિ ચારેય દિશાઓમાંથી તને પ્રાપ્ત થાય તે માટે પ્રભુ પ્રાર્થના સાથે શુભેચ્છા સહ આશીર્વાદ પાઠવું છું.

વડગામ સંસ્થાએ ગરીબ બાળકને રહેવા સહિતની જવાબદારી ઊઠાવી
આ અંગે વડગામ સંસ્થાના વશરામભાઇ મકવાણા જણાવે છે કે, આ બાળકનું નામ છે પ્રિન્સ કાંતિભાઈ પ્રજાપતિ જેને સુરતથી તેના મોટા બાપુ મૂકી ગયા છે. આજથી 21 દિવસ પહેલા આ બાળકને લાવ્યા ત્યારે સુંદર રમણિય લાગતું બાળક ધોરણ ચારમાં અત્યારે વડગામ પ્રાથમિક શાળામાં આપણે તેને દાખલ કરી દીધો છે. અને અમારી સંસ્થામાં રહે છે તે બાળક જીવે ત્યાં સુધી રહેવાની જમવાની ભણવાની તમામ સુવિધાઓ અમે પૂરી પાડશુ તેઓ અમે સંકલ્પ કરેલો છે. અને આ બાળકને જે દિશામાં જે ક્ષેત્રમાં જે વિષય સાથે આગળ વધુ હશે તે વિષયમાં તે ક્ષેત્ર માટેની આગળ વધારીશું ત્યારે પણ અમે ખાતરી આપીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...