તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટડી પથંકની નાના ગોરૈયાની પોરડા શાખા કેનાલમાં 10 થી 12 ફૂટનું મસમોટું ગાબડું પડતા આજુબાજુના તમામ ખેતરો પાણીમાં જળબંબાકાર થઇ ગયા હતા. ખેડૂતોનો મોંઢામાં આવેલો કોળીયો છીનવાતા ખેડૂતો દયનીય હાલતમાં મુકાયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણેં જ કેનાલમાં ગાબડાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.
નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ પાટડી પથંકને થયો હોવાની તંત્રની મસમોટી વાતો વચ્ચે આ કેનાલોના કામ પણ ખુબ નબળા થયા હોવાની ફરિયાદો ઉઠવા લાગી છે. શનીવારે પાટડી તાલુકાના નાના ગોરૈયા ગામની સીમમાંથી પસાર થતી પોરડા શાખા કેનાલમાં દશથી બાર ફૂટનું મસમોટું ગાબડું પડવાની સાથે કેનાલ ઓવરફ્લો થતાં નાના ગોરૈયા ગામની સીમના અનેક ખેતરો કેનાલના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. આ અંગે નાના ગોરૈયા ગામના મણીલાલ પટેલે જણાવ્યું કે, ગાબડાના કારણે કેનાલનું પાણી અંદાજે ત્રીસથી ચાલીસ જેટલા વિઘામાં ફરી વળતા બજાણા ગામના ખેડૂત આગેવાન ભુપેન્દ્રભાઇ ઠક્કર સહિતના ખેડૂતોના જીરૂ, ઇસબગુલ અને બીટી કપાસ સહિતના પાકને મોટાપાયે નુકસાન થયું છે. ખેડૂતોની રાત-દિવસની અથાગ મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતોનો મોંઢામાં આવેલો કોળીયો છીનવાયો છે.
અધધ ખર્ચ તોય 3 વર્ષમાં 15 ગાબડાં
સૂકાભઠ્ઠ રણકાંઠાના કુલ 82 ગામોમાંથી પસાર થતી રૂ. 269.71 કરોડના ખર્ચે રણકાંઠાના કુલ 29746 ખેડૂતોની કુલ 75695 સીસીએ હેક્ટર જમીનને પિયતનો લાભ આપતી 912.58 કિ.મી. લાંબી આ કેનાલમાં દર વર્ષે એવરેજ 5 ગાબડા મળી અત્યાર સુધીમાં છેલ્લા 3 વર્ષમાં 15થી વધુ ગાબડાઓ પડ્યા છેે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.