તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પાટડીના વણોદ ગામના ખેડૂતે રણની બંજર જમીનમાં અંજીરની ખેતી કરી એક લાખની આવક મેળવી

પાટડી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડીના વણોદ ગામના પ્રગતિશીલ ખેડૂતે રણની બંજર જમીનમાં અંજીરની ખેતી કરી એક લાખની આવક મેળવી હતી. - Divya Bhaskar
પાટડીના વણોદ ગામના પ્રગતિશીલ ખેડૂતે રણની બંજર જમીનમાં અંજીરની ખેતી કરી એક લાખની આવક મેળવી હતી.
  • ખેડૂતે દોઢ વર્ષ પહેલા અંદાજે એક એકર વિસ્તારમાં અંજીરનું વાવેતર કર્યું હતું

રણની ખારી અને બંજર જમીનમાં લીલોતરીની કલ્પના કરવી એ ધોળા દિવસે તારા જોવા જેવી પરિકલ્પના છે. ત્યારે પાટડી તાલુકાના વણોદ ગામના પ્રગતિશીલ ખેડૂતે દોઢ વર્ષ પહેલા અંદાજે એક એકર વિસ્તારમાં અંજીરનું વાવેતર કર્યું હતું. વણોદના પ્રગતિશીલ ખેડૂતે રણની બંજર જમીનમાં અંજીરની ખેતી કરી એક લાખની આવક મેળવી તાલુકાના અન્ય ખેડૂતોને અનોખો રાહ ચિંધ્યો છે.

સામાન્ય રીતે રણકાંઠાની ખારાશવાળી અને બંજર જમીનમાં મોટાભાગના ખેડૂતો કપાસ, એરંડા અને જીરાના જ વાવેતરને પ્રાધાન્ય આપે છે. અને આમેય રણની ખારી અને બંજર જમીનમાં અન્ય પાક કે લીલોતરીની કલ્પના કરવી એ ધોળા દિવસે તારા જોવા જેવી પરિકલ્પના છે. પાટડી તાલુકાના વણોદ ગામના પ્રગતિશીલ ખેડૂત મહેશભાઇ કે. પટેલે દોઢ વર્ષ પહેલા અંદાજે એક એકર વિસ્તારમાં અંજીરનું વાવેતર કર્યું હતું.

વણોદના પ્રગતિશીલ ખેડૂતે રણની બંજર જમીનમાં અંજીરની ખેતી કરી એક લાખની આવક મેળવી તાલુકાના અન્ય ખેડૂતોને અનોખો રાહ ચિંધ્યો છે. આ અંગે ખેતીવાડી અધિકારી બી.એ.પટેલ સહિતના અધિકારીઓએ દસાડા તાલુકાના જૈનાબાદ ગામે આત્મા અંતર્ગત કૃષિ ગોષ્ટીનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં દસાડા તાલુકામાં વણોદ ગામે પ્રગતિશીલ ખેડૂત એવા મહેશભાઈ કે. પટેલના ખેતરમાં વાવેલા નવીન આશાસ્પદ અંજીર પાકની તથા સંજયભાઈ એ. પટેલના લીંબુ પાકની ફીલ્ડ વિઝિટ કરી પ્રત્યક્ષ માર્ગદર્શન આપ્યું હતું.

આ અંગે ખેતીવાડી અધિકારી બી.એ.પટેલે જણાવ્યું કે, આ વિસ્તારમાં અંજીરનો પાક સારી રીતે થાય તેવા સંજોગો છે. તેમજ એક લાખથી વધુના ટીશ્યૂકલ્ચર માટે અહીથી લેબોરેટરીને માતૃ સ્ટોક પૂરો પાડ્યો એ માટે જિલ્લામાં નવો પાક દાખલ કરવા બદલ વણોદના પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ પટેલની સરાહના કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જ્યારે વણોદ ગામના પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ કે. પટેલના જણાવ્યા મુજબ દોઢ વર્ષ પહેલા અંદાજે એક એકર વિસ્તારમાં અંજીરનું વાવેતર કર્યું હતુ. જેમાંથી ગત વર્ષે એક લાખની ઉપજ મેળવી હતી. હજુ આ પાક હાલ વિકાસ પામતો છે. પૂર્ણ વયે વધારે ઉત્પાદન મળે એમ છે.

અન્ય સમાચારો પણ છે...