દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર સહિતના પોલીસ સ્ટાફને હાઇવે પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે હાઇવે પરથી શંકાસ્પદ હાલતમાં નીકળેલી વડગામથી પાનવા તરફ જતા કારની તલાશી લેતા કારચાલક કાર હાઇવે પર મૂકીને પોલીસને થાપ આપીને નાશી છૂટ્યો હતો. પોલીસે કારમાંથી ગેરકાયદે પાસ પરમીટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- 426, કિંમત રૂ. 1,70,202 અને બિયર ટીન નંગ- 96, કિંમત રૂ. 9,600 અને કારની કિંમત રૂ. 3,00,000 મળી કુલ રૂ. 4,79,802નો મુદામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
દસાડા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એચ.એચ.ઠાકર, મનીષભાઇ અઘારા, દાનુભાઇ રંજીયા સહિતનો સ્ટાફ સાથે હતો.
મીઠાઘોડા ગામેથી 341 બોટલ ઝડપાઇ
ઝીંઝુવાડા પીએસઆઇ વી.પી.મલ્હોત્રા, ગનીભાઇ કુરેશી અને ચેતનપુરી ગોસાઇ સહિતના પોલીસ સ્ટાફે પાટડી તાલુકાના મીઠાઘોડા ગામે રહેતા હસમુખસિંહ ઉર્ફે લાલભા ઝાલાએ પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 341, કિંમત રૂ. 37,100નો મુદામાલ ઝબ્બે કરી નાસી છૂટેલા આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.