ઊગ્ર રજૂઆત:રણકાંઠાની એક કેનાલનું નામ ખારાઘોડા શાખા કેનાલ તોય નર્મદાનું ટીપુંય પાણી મળ્યું નથી

પાટડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખારાઘોડા ગામને નર્મદાનું ટીપુંય પાણી મળ્યું નથી ને રણમાં લાખો ગેલન પાણી વેડફાય છે

ભાસ્કર ન્યૂઝ | પાટડી રણકાંઠામાંથી પસાર થતી માળીયા શાખા, ઝીંઝુવાડા શાખા, ખારાઘોડા શાખા અને ગોરૈયા શાખા એમ ચાર શાખા કેનાલો પસાર થાય છે. જેમાં એક કેનાલનું નામ ખારાઘોડા શાખા કેનાલ છે, અને દર વર્ષે ખારાઘોડા રણમાં નર્મદાનું ચિક્કાર પાણી ફરી વળવા છતાં આજ દિન સુધી ખારાઘોડા ગામને નર્મદાનું ટીપુંય પાણી મળ્યું નથી. આથી આ કેનાલનું નામ બદલવા પણ ખારાઘોડા ગ્રામજનોએ નર્મદા વિભાગને ઊગ્ર રજૂઆતો કરી છે. સમગ્ર ગુજરાતમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને અને એમાય સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારને થયો હોવાની તંત્ર દ્વારા ગુલબાંગો ફૂંકવામાં આવે છે. સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાંથી પસાર થતી ઝીંઝુવાડા શાખા, ખારાઘોઢા શાખા, ગોરૈયા શાખા, વિરમગામ-2 શાખા અને માળીયા શાખા કેનાલ પસાર થાય છે. જેમાં કુલ રૂ. 2700 કરોડના ખર્ચે રણકાંઠાના 82 ગામોના 912.58 કિ.મી. વિસ્તારને આવરી લેવાતા આ કેનાલોથી રણકાંઠાના 29,746 ખેડૂતોની 75,695 સીસીએ હેક્ટરને નર્મદાનો લાભ મળી રહ્યોં હોવાના તંત્રના દાવાઓ વચ્ચે દેગામ મીઠા ઉત્પાદક મંડળીના મંત્રી ભુપેન્દ્રભાઇ મેંઢાએ આક્રોશ સાથે જણાવ્યું કે, બજાણા વોકળામાંથી અને દેગામ પીપળી વચ્ચેથી પસાર થતી માળીયા શાખા કેનાલનું પાણી પાટડીના દેગામ, સવલાસ, શ્રીરામ, અંબિકા, સોની અને હિંમતપુરા રણમાં અગરિયાઓના પાટામાં ફરી વળતા સેંકડો અગરિયાઓની રાત-દિવસની 24 કલાકની આકરી મહેનત પર પાણી ફરી વળતાવ દર વર્ષે સેંકડો અગરિયા પરિવારો પાયમાલ બને છે. પાટડી તાલુકાના મીઠાઘોડા અને સવલાસ સહિતના ગામોમાં દશ વર્ષથી કેનાલ બનવા છતાં હજી સુધી ટીપુંય પાણી ખેડૂતોને મળ્યું નથી. જ્યારે રણકાંઠાના અનેક ગામોમાં કેનાલોના નબળા ગામોના લીધે કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાઓ અવારનવાર સામે આવે છે. જ્યારે રણકાંઠામાંથી પસાર થતી એક કેનાલનું નામ તો ખારાઘોડા શાખા કેનાલ છે, અને દર વર્ષે ખારાઘોડા રણમાં નર્મદાનું ચિક્કાર પાણી ફરી વળવા છતાં આજ દિન સુધી ખારાઘોડા ગામને નર્મદાનું ટીપુંય પાણી મળ્યું નથી. આથી આ કેનાલનું નામ બદલવા પણ ખારાઘોડા ગ્રામજનોએ નર્મદા વિભાગને ઊગ્ર રજૂઆતો કરી છે.

અન્ય સમાચારો પણ છે...