કાર્યવાહી:પાટડીના સવલાસ ગામમાંથી જુગાર રમતા 7 શખસ ઝડપાયા

પાટડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રોકડ અને 7 મોબાઇલ મળી કુલ રૂ. 27,900ના મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો

પાટડીના સવલાસ ગામમાં જાહેરમાં જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા હતા. આથી પાટડી પોલીસે જુગારીઓને રોકડ અને 7 નંગ મોબાઇલ મળી કુલ રૂ. 27,900ના મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

પાટડી પોલીસે મળેતી બાતમીના આધારે સવલાસ ગામમાં દરોડો કરી 7 જુગારીઓ ઝડપી પાડ્યાં હતા. પાટડી પોલીસે જુગારનો દરોડો પાડી સવલાસ ગામે તળાવની પાળ ઉપર ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા રાજુભાઇ દેવજીભાઇ કોલાદરા,મનસુખભાઇ લધુભાઇ અજાણી, કલ્પેશભાઇ કાનજીભાઇ કોલાદરા, મુકેશભાઇ બચુભાઇ વડદરીયા , જાયમલભાઇ ચતુરભાઇ ઓડુચા, મહેશભાઇ દેવસીભાઇ પરમાર રહે તમામ સવલાસ જ્યારે ધ્રાંગધ્રાના થળા ગામના ચંદુભાઇ શંકરભાઇ પાડલીયા ને ઝડપી પાડ્યા હતા.તેમની પાસેથી ગંજીપાના અને રોકડા રૂ. 10,900 અને મોબાઇલ નંગ- 7, કિંમત રૂ. 17,000 મળી કુલ રૂ. 27,900ના મુદામાલ જપ્ત કરાયો હતો.

પાટડી પોલીસના આ દરોડામાં પીએસઆઇ ડી.જે.ઝાલા, દાનાભાઇ અને ભાવાર્થભાઇ સહિતનો પોલિસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ પાટડી પોલિસ મથકના રસિકભાઇ પનારા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...