તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:માલવણ હાઇવે પર ચાલુ ટ્રકમાંથી 60 કાર્ટૂન ચોરાયા

પાટડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 93,320ના મુદામાલની ઉઠાંતરી, રાજસ્થાનથી સામાન રાજકોટ જતો હતો

માલવણ હાઇવે પર રાત્રીના અંધારામાં અજાણ્યા ચોર ઇસમોએ ચાલુ ટ્રકમાંથી તાડપત્રી ચીરીને 60 કાર્ટૂનોની ચોરી લઇ પલાયન થઇ ગયા હતા. ટ્રકના ચાલકે રૂ. 93320નો મુદામાલ ચોરાયાની બજાણા પોલિસ મથકે ફરીયાદ નોંધાવી છે.બજાણા પોલીસ મથકે ટ્રક ચાલક મુલારામ હેરજરામ જાટ રહે. રાજસ્થાનનાએ નોંધાનવેલી ફરીયાદ મુજબ માલવણ ચોકડીથી સુરેન્દ્રનગર તરફ જવાના હાઇવે રોડ ઉપર રસ્તામાં આરોપીઓ એક સફેદ કલરની ખુલ્લા ઠાઠા વાળી ગાડી નં.જીજે-૨૪-એક્સ-૧૭૨૯ વાળીના ચાલક તથા તેમાં બેઠેલા ચાર ચાર શખ્સોએ ફરીયાદીની ટ્રક નં.આર.જે.-૦૪-જી.બી.-૧૪૩૯ વાળીમાં રાજસ્થાનના કોટા મૂકામેથી વેલ્ડીંગ રોડના અલગ અલગ સાઇઝના કુલ ૧૦૬૦ બોક્ષ ભરી રાજકોટ ખાતે ખાલી કરવા નીકળેલ તે દરમ્યાન ટ્રકના પાછળના ભાગેથી ઉપર ચઢી ટ્રકની તાડપત્રી કાપી ટ્રકમાં ભરેલ માલમાંથી અલગ અલગ સાઇઝના કુલ બોક્ષ નંગ-60 જેની કુલ કીં.રૂા.93320ની ચોરી કરી હતી. ટ્રકની બાજુમાંથી પસાર થઇ ગાડીના બોનેટ ઉપર ઉભેલા શખ્સે છરો બતાવી જીભ બહાર કાઢી મારવાનો ઇશારો કરી માલસામાન ભરીને નાસી છુટ્યા હતા.આ અંગે પો.સબ ઇન્સ. વી.એન.જાડેજા તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો