કાર્યવાહી:ખારાઘોડામાં જુગાર રમતાં 6 ઝડપાયા, 4 ફરાર 12,510નો મુદ્દામાલ ઝબ્બે

પાટડી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટડી પોલીસે બાતમીના આધારે ખારાઘોડા રેલવે સ્ટેશન સામે રાંકા લાઇનમાં જવાના રસ્તે જાહેરમાં પૈસાની હાર જીતનો જુગાર રમતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. જેમાં ખારાઘોડામાં જુગાર રમતા 6 ઝડપાયા હતા. જ્યારે 4 શખસ નાસી છૂટવામાં સફળ થયા હતા. પાટડી પોલિસે રોકડ અને મોબાઇલ મળી રૂ. 12,510નો મુદ્દામાલ ઝબ્બે કર્યો હતો.

ખારાઘોડા રેલવે સ્ટેશન સામે રાંકા લાઇનમાં જવાના રસ્તે જાહેરમાં જુગાર રમાતો હોવાની મળેલી પાક્કી બાતમીના આધારે પાટડી પીએસઆઇ ડી.જે.ઝાલા સહિતના પોલીસ સ્ટાફે અચાનક દરોડો પાડ્યો હતો. પાટડી પોલીસે આ જુગારધામના દરોડામાં સલીમ હબીબ ચીસ્તી પાટડી, યુનુશ અલીમહંમદ બલોચ, નશીબ કાસમ સીપાહી, નવઘણ બાબુભાઇ ગુંજારીયા ઠાકોર, સતીષ દલપત ઠાકોર અને ઇમરાન કરીમ ઠેલા રહે-તમામ ખારાઘોડા સ્ટેશનને ગંજીપાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડ રૂ. 11,510 અને મોબાઇલ નંગ-1, કિંમત રૂ. 1,000 મળી કુલ રૂ. 12,510ના મુદ્દામાલ સાથે ઝબ્બે કર્યા હતા.

જ્યારે રાહુલ કરશન, કાળુ બેચર, બદા બેચર અને યુનુશ બીસુભાઇ રહે-તમામ ખારાઘોડા સ્ટેશન પોલીસને થાપ આપીને નાસી છૂટવામાં સફળ થયા હતા. પાટડી પોલીસના જુગારના આ દરોડામાં પીએસઆઇ ડી.જે.ઝાલા, સાગરભાઇ કલોત્રા અને હિતેશભાઇ સોડમિયા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.

અન્ય સમાચારો પણ છે...