પાટડી પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે વિજયચોકમાં દરોડો પાડી વિદેશી દારૂની 342 બોટલો ઝડપી પાડી હતી. પાટડી પોલિસે રૂ. 38,000નો મુદામાલ ઝબ્બે કરી નાસી છુટેલા આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પાટડી ટાઉનમાં વિજયચોકમાં વાણીયાવાસની ગલીમાં રહેતી મહિલા અનસોયાબેન ઉર્ફે સેજલબેન વિપુલભાઇ ઝીંઝુવાડીયા (ઠાકોર)ના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ- 300, કિંમત રૂ. 33,800 તથા બિયર ટીન નંગ- 42, કિંમત રૂ. 4200 મળી કુલ રૂ. 38,000નો મુદામાલ ઝબ્બે કરી હાજર નહી મળી આવેલી મહિલા અનસોયાબેન ઉર્ફે સેજલબેન વિપુલભાઇ ઝીંઝુવાડીયા (ઠાકોર)ને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પાટડી પોલીસના આ દરોડામાં પીએસઆઇ ડી.જે.ઝાલા, ભાવાર્થ સોલંકી, જયંતિભાઇ લેંચીયા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. પાટડી પીએસઆઇ ડી.જે.ઝાલા સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે પાટડી ગામ તળાવની વચ્ચે ટેકરી ઉપર ગોપાલભાઇ દલાભાઇ રાઠોડ ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી રેડ દરમિયાન ઇન્ડેન ગેસના બાટલા નંગ-2, કિંમત રૂ. 2000, લોખંડની સગડી કિંમત રૂ. 500, દેશી દારૂ લિટર 32, કિંમત રૂ. 640, આથો લિટર 2500, કિંમત રૂ. 5,000 મળી કુલ રૂ. 8,170નો મુદામાલ ઝબ્બે કર્યો હતો. પાટડી પોલિસે દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી નાસી છુટેલા આરોપી ગોપાલભાઇ દલાભાઇ રાઠોડને ઝબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.