પાઠનું આયોજન:પાટડીના ગવાણા ગામે રામદેવપીર મહારાજનો 33 જ્યોતનો પાઠ યોજાશે

પાટડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટડી તાલુકાના ગવાણા ગામે રામદેવપીર મંદિર ખાતે સમસ્ત ગવાણા ગામ દ્વારા દિવાળી બાદ લાભ પાંચમે રામદેવપીર મહારાજના 33 જ્યોતના પાઠનું આયોજન કરાયું છે.

આ રામદેવપીરના પાઠના કાર્યક્રમ અંતર્ગત સાંજે સંતો અને મહાનુભાવોનું સામૈયું કરી સ્વાગત કરાશે અને ત્યાર બાદ મહાપ્રસાદીનું આયોજન કરાયું છે, જેમાં રાજસ્થાન રામદેવરાના બાબા રામદેવજીના વંશજ આનંદસિંહ તુંવરના હસ્તે રાત્રે જ્યોત પ્રગટ કરાશે. તેમજ રિબડીના મહારાજ કાંતિભાઈ રાવળદેવ પાટ પૂરશે. ઉપરાંત રાત્રે સંતવાણી કાર્યક્રમ પણ યોજાશે. આ પાઠ કાર્યક્રમની સાથે ગામ ટોડા દેવના હવન યજ્ઞનું પણ એ દિવસે સવારે આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...