અકસ્માત:માલવણ હાઇવે પર ત્રિપલ અકસ્માતમાં 3ને ગંભીર ઇજા

પાટડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો

પાટડી-માલવણ હાઇવે પર અકસ્માત દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે માલવણ હાઇવે પર માંતેલા સાંઢની માફક પુરઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દઇ આગળ જઇ રહેલી કારની પાછળ ધડાકાભેર અથડાઇ હતી. અને આ કાર પણ આગળ જત કાર સાથે અથડાતા ત્રિપલ અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઇજાઓ થઇ હતી.

પાટડી તાલુકાના માલવણ હાઇવે પર માંતેલા સાંઢની માફક પુરઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દઇ આગળ જઇ રહેલી કારની પાછળ ધડાકાભેર અથડાતા એ કાર આગળ જતી અન્ય કાર સાથે અથડાતા હાઇવે પર ગોઝારો ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો.

જેમાં બંને કારમાં સવાર ત્રણ લોકોને માથામાં અને કિડનીના ભાગે ફેક્ચર અને હેમરેજ સહિતની ઇજાઓ પહોંચતા એમને પ્રાથમિક સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલે લઇ જવાયા હતા.

આ અકસ્માતની ઘટનામાં બંને કારોને પણ વ્યાપક નુકશાન થયું હતુ. જ્યારે ટ્રકનો ચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં બજાણા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...