બજાણા પોલીસે બાતમીના આધારે છાબલી ગામે દરોડો પાડી કુલ 9 શખસને રોકડા રૂ. 42,200ના મુદ્દામાલ સાથે જ્યારે ઝીંઝુવાડા પોલીસે બાતમીના આધારે ગામમાં જ જુગાર અંગેનો દરોડો પાડી 3 જુગારીને રોકડા રૂ. 12,710ના મુદ્દામાલ ઝડપ્યા હતા.
બજાણા પીએસઆઇ એન.એ. ડાભી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે પાટડી તાલુકાના છાબલી ગામે જાહેરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી અયુબ તેજમાલ મલેક, બાબુ દેવજી ચૌહાણ, બબા કમા લોરીયા, નરસી રામા ગંગાળીયા, વેણીરામ વના બારૈયા, રમેશ ઇસા ભાભરીયા, અરવિંદ વજા ઝાપડીયા, વહાણ રામભાઇ ઝંડાળીયા અને જગમાલ નારણ ભીલ તથા રાકેશ નરેન્દ્ર ગોવાણી (ઠક્કર)ને ઝડપી ગુનો દાખલ કર્યો હતો. પીએસઆઇ એન.એ.ડાભી, ગોવિંદભાઇ ભરવાડ, મેલાભાઇ સહિતનો સ્ટાફ સાથે હાજર હતો.
જ્યારે ઝીંઝુવાડા પીએસઆઇ એન.એલ. સાંખડ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે ઝીંઝુવાડા ગામે જુગાર અંગેનો દરોડો પાડી તીન પત્તીનો જુગાર રમતા ઝીંઝુવાડાવાળાના નવુભા ચેતનસિંહ ઝાલા, હરપાલસિંહ માનભા ઝાલા અને રવિરાજસિંહ બટુકસિંહ ઝાલાને ગંજીપાના અને રોકડ રૂ. 12,710ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. ઝીંઝુવાડા પોલીસ સ્ટાફના આ દરોડામાં પીએસઆઇ એન.એલ.ખાંટ, જી.એસ.કુરેશી, મહાદેવભાઇ એલ.વણોલ, પાયલબેન પરમાર અને જયેશભાઇ મકવાણા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.