ચોરી:માલવણ હાઇવે પર ચાલુ ટ્રકમાંથી 2.50 લાખના મુદ્દામાલની ઉઠાંતરી

પાટડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘીના ડબ્બા, અેલઇડી અને ટાયર સહિતના સામાનની ચોરી

અમદાવાદ નારાયણજી પેરાજ ટ્રાન્સપોર્ટની ટ્રકમાં માલસામાન ભરીને ડ્રાઇવર રાકેશભાઇ કાશીનાથ સૂર્યવંશી અમદાવાદ સરખેજથી મોરબી મુકામે ખાલી કરવા જઇ રહ્યા હતા.

ત્યારે પાટડી તાલુકાના કુખ્યાત માલવણ હાઇવે પર ગાયત્રી હોટલ અને સોલડી ટોલટેક્ષ વચ્ચે રાત્રીના અંધારામાં તસ્કરોની ગેન્ગે ચાલુ ટ્રકમાંથી તાડપત્રી અને રસ્સા ચીરીને ટ્રકમાંથી સોરઠ ઘીના ડબ્બા નંગ-6, કિંમત રૂ. 20160, ટીસીએલ કંપનીના એલઇડી નંગ- 8, કિંમત રૂ. 215175, ગુડયર કંપનીના ટાયર નંગ- 4, કિંમત રૂ. 10120 અને મોટર પાર્ટસનું કાર્ટુન નંગ 1, રૂ. 5620 મળી કુલ રૂ. 251075ના મુદામાલની ચોરી કરી તસ્કરો અંધારામાં પલાયન થઇ ગયા હતા.

ટ્રક ચાલક રાકેશભાઇ કાશીનાથ સુર્યવંશીની ફરીયાદના આધારે બજાણા પોલિસે ચોરી અંગેનો ગુન્હો દાખલ કરી બજાણા પીએસઆઇ એમ.કે.ઇશરાની ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...