પારકી પંચાયત:21 પંચાયત 25 વર્ષ જૂની બિલ્ડિંગમાં, 13 પંચાયતને પોતાનું મકાન જ નથી

પાટડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જૈનાબાદ ગ્રામ પંચાયત - Divya Bhaskar
જૈનાબાદ ગ્રામ પંચાયત
  • તાલુકા પંચાયતમાં 114માંથી 52 જગ્યા ખાલી, 89 તલાટીમાંથી 39 જગ્યા ખાલી હોવાથી ઇનચાર્જ રાજ ચાલે છે

સ્વતંત્રતાનાં 75 વર્ષ પછી પણ ગામડાંને અસુવિધાથી સ્વતંત્રતા મળી નથી. દર 5 વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય છે પરંતુ પંચાયતનું મકાન પણ પોતાનું નથી હોતું. દસાડા તાલુકાની પંચાયતોની આવી જ સ્થિતિ આરટીઆઇમાં બહાર આવી છે. તાલુકાની 21 ગ્રામ પંચાયત 25 વર્ષ જૂની બિલ્ડિંગમાં ચાલે છે તો 13 પંચાયત પ્રાથમિક શાળાના રૂમમાં, કોમ્યુનિટી હોલમાં, ભાડાના મકાનમાં કે આંગણવાડી કેન્દ્રમાં ધમધમે છે. બીજી તરફ દસાડા તાલુકા પંચાયતમાં 114માંથી 52 સ્ટાફ જગ્યા ખાલી છે તો 89 તલાટીમાંથી 39 જગ્યા ખાલી હોવાથી ઇનચાર્જરાજ છે.

જિલ્લામાં સૌથી વધુ દસાડા તાલુકામાં કુલ 88 ગ્રામ પંચાયતમાંથી 75 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે, જેમાં 13 પંચાયત સમરસ બની છે. બાકીની 62 પંચાયતમાં સરપંચ પદ માટે 155 ઉમેદવાર અને સભ્ય પદ માટે 558 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં જંગે ચઢ્યા છે.

દસાડા તાલુકાની ગ્રામ પંચાયતો ભગવાન ભરોસે
એહમદગઢ પ્રાથમિક શાળાના રૂમમાં ચાલે છે.
આલમપુરા સંસ્થાના મકાનમાં ચાલે છે.
છાબલી પ્રાથમિક શાળાના રૂમમાં ચાલે છે.
જૈનાબાદ આંગણવાડી કેન્દ્રમાં ચાલે છે.
જોરાવરપુરા રાજીવ ગાંધી કેન્દ્રમાં ચાલે છે.
મોટી મજેઠી ભાડાના મકાનમાં ચાલે છે.
પાડીવાડા કોમ્યુનિટી હોલમાં ચાલે છે.
સલી પ્રાથમિક શાળાના રૂમમાં ચાલે છે.
વણોદ રાજીવ ગાંધી કેન્દ્રમાં ચાલે છે.
ઝેઝરા રાજીવ ગાંધી કેન્દ્રમાં ચાલે છે.
વચ્છરાજપુરા પ્રાથમિક શાળાના રૂમમાં ચાલે છે.
માલણપુર ધર્માદા સંસ્થામાં ચાલે છે.
વડગામ રાજીવ ગાંધી કેન્દ્રમાં ચાલે છે.
બાકીની 75 ગ્રા. પંચાયત પંચાયત ઘરમાં જ ચાલે છે.

ખાલી જગ્યાનો સમયગાળો
​​​​​​​

આંકડા મદદનીશ1
જૂનિયર કારકૂન1
એક વર્ષથી નીચે
વિ.અ. (સહકાર)1
અ.મ.ઇ.1
જૂ.કા. (વહિવટ)1
પટ્ટાવાળ‍ા2
1થી 3 વર્ષ સુધીની
સિ.કા. (હિસાબી)2
જૂ.કા. (વહિવટ)1
જૂ.કા.(હિસાબી)1
પટ્ટાવાળ‍ા1

5 વર્ષ કરતા વધુ સમયની

​​​​​​​

25 વર્ષથી જૂની જર્જરિત રીપેરીંગ ન થઇ શકે તેવી બનવાપાત્ર ગ્રામ પંચાયત
અમનગર, બામણવા, ભડેણા, નગવાડા, ચિકાસર, દેગામ, હાથીપુરા, હરીપુરા, જૈનાબાદ, જરવલા, કઠાડા, કોચાડા, લીંબડ, નાના ગોરૈયા, બુબવાણા, નવરંગપુરા, રામગ્રી, સુશીયા, સુરેલ, ઉપરિયાળા, કામલપુર.

ખાલી જગ્યાના ચોંકાવનારા આંકડા
​​​​​​​

સંવર્ગવર્ગમંજૂર જગ્યાભરાયેલી જગ્યાખાલી જગ્યા
તા.વિ.અ.2110
મ.તા.વિ.અ.3110
અ.મ.ઇ.3211
વિ.અ. (પંચાયત)3330
વિ.અ. સહકાર3101
આંકડા મદદનીશ3101
ના.હિ.3110
સિ.કા.(વ)3220
સિ.કા.(હિસાબી)3220
જુ.કા.(વ)3523
જુ.કા.(હિસાબી)3211
તલાટી કમ મંત્રી3895039
ડ્રાઇવર4101
પટ્ટાવાળા4301
કુલ1146252

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...