નવા કોન્સેપ્ટથી મીઠાનું ઉત્પાદન:સોલાર પેનલનો કોન્સેપ્ટ 20 વર્ષની પૂજા ઠાકોર લાવી, અત્યારે સોલાર પેનલથી જ મીઠું પાકે છે

પાટડી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
અત્યારે આખા રણમાં સોલાર પેનલથી જ મીઠું પાકે છે. - Divya Bhaskar
અત્યારે આખા રણમાં સોલાર પેનલથી જ મીઠું પાકે છે.
  • દેગામની પૂજા નાની બહેન સાથે મળીને રણમાં મીઠું પકવવાનું કામ કરે છે

રણમાં સોલાર પેનલનો કોન્સેપ્ટ 20 વર્ષની પૂજા ઠાકોર લાવી હતી. દેગામની 20 વર્ષની પૂજા ઠાકોર પોતાની નાની બહેન સાથે મળીને રણમાં મોટરસાઈકલ ચલાવવાની સાથે મીઠું પકવવાનું કામ કરી અન્ય યુવતીઓને અનોખો રાહ ચીંધ્યો છે..

ભારતના કુલ મીઠા ઉત્પાદનમાં 70% મીઠાનું ઉત્પાદન એકમાત્ર ગુજરાતમાં થાય છે. એમાંથી 35% મીઠું તો ઝાલાવાડ પથંકના ખારાઘોડા, ઝીંઝુવાડા, હળવદ અને કુડા રણમાં પાકે છે. રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારો અગાઉ ડીઝલ એન્જીનમાંથી બ્રાઇન મેળવી મીઠું પકવતા હતા. દેગામની 20 વર્ષની પૂજા ઠાકોર પોતાની નાની બહેન સંગીતા સાથે મળીને રણમાં મોટરસાયકલ ચલાવવાની સાથે મીઠું પકવવાનું આકરૂ કામ કરી અન્ય યુવતીઓને અનોખો રાહ ચીંધ્યો છે.

પૂજા ઠાકોર પોતાની નાની બહેન સંગીતા સાથે રણમાં બાઇક ચલાવી સીધું સામાન લાવવાની સાથે રણમાં મીઠું પકવવાનું કામ કરે છે. જેમાં વહેલા સવારે ઉઠીને મીઠાના પાટામાં પગલી દેવાનુ, પાવઠા ધોખાવાનું, દંતાળો ચલાવવાનું, મશીન ચાલુ બંધ કરવાનું, પાણીની ડિગ્રી વધારવા નાના-નાના ક્યારા બનાવવા સહિત મીઠું પાક્યા બાદ પારા વાળવા સહિત મીઠું પાટા બહાર કાઢવા સહિત મશીન રિપેરિંગનું કામ પણ જાતે કરે છે. રણમાં રહીને જ ધોરણ આઠ સુધીનો અભ્યાસ કરનારી પૂજાને રણમાં અગરિયા ગીતો ગાવાનો ગજબનો શોખ હતો. આથી એણે જાતે રણમાં સોલાર પેનલ ચલાવી એના પર રેડિયો-ટેપ ચલાવી ગીતો સાંભળતી હતી.

બાદમાં એને વિચાર આવ્યો કે, રણમાં ક્રૂડ ઓઇલના બદલે સોલાર પેનલથી મીઠું પકવવામાં આવે તો અગરિયાને મીઠું પકવવાનું કામ ખુબ સસ્તુ પડે અને અગરિયાઓને કમાણીનો વધારો થાય. અંદાજે 3000 અગરિયા પરિવારો હાલમાં સોલાર પેનલથી મીઠું પકવે છે. અને જેમાં રાજ્ય સરકાર દ્વારા આ સોલાર પેનલમાં 80 % સબસીડી આપે છે. હાલમાં આખુ રણ પ્રદુષણમુક્ત સૌર ઉર્જા સંચાલિત બનતા અગરિયા સમુદાયમાં વર્ષો બાદ સોનાનો સૂરજ ઊગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...