સલીમાં ખીલી લીલોતરી:સૂકાભઠ્ઠ પાટડી તાલુકાના અંતરિયાળ વિસ્તારના 1200ની વસ્તી ધરાવતા ગામમાં 18000 વૃક્ષ

પાટડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સૂકાભઠ્ઠ પાટડી તાલુકાના અંતરિયાળ સલી ગામના લોકોએ પ્રતિકૂળ વાતાવરણમાં પણ હરિયાળી ક્રાન્તિની પરિકલ્પના સાકાર કરી છે. પાટડીના સલી ગામમાં વ્યક્તિદીઠ 15 વૃક્ષ સાથે 1200ની વસ્તી સામે 18000 વૃક્ષ હવા સાથે વાતો કરતાં લહેરાઈ રહ્યાં છે. રણકાંઠાનાં 89 ગામોમાંથી 87 ગામોમાં નર્મદાનાં નીર પહોંચતાં સૂકાભઠ્ઠ રણકાંઠામાં હરીયાળી પથરાઈ છે.

એવામાં પાટડી તાલુકાના સૌથી છેવાડાના સલી ગામમાં પ્રવેશતાંની સાથે જ ચારેબાજુ વૃક્ષોની હારમાળા દેખાય છે. માત્ર 1200ની વસ્તી ધરાવતા સલી ગામમાં 18000 વૃક્ષ નજરે પડે છે, જેમાંથી 16500 વૃક્ષ નિલગીરીનાં, 1,000 લીમડાનાં અને 500 અરડુસાનાં વૃક્ષ છે.

અન્ય સમાચારો પણ છે...