કબડ્ડી સ્પર્ધા:પાટડીમાં કબડ્ડી સ્પર્ધામાં 11 ગામની 140 કિશોરીએ ભાગ લીધો

પાટડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાઇનલ મેચ જરવલા અને બજાણા વચ્ચે રમાઇ જેમાં જરવલાની ટીમ 27-13થી વિજેતા બની હતી

પાટડીની સૂરજમલજી હાઇસ્કૂલ ખાતે યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં 11 ગામની 140 કિશોરીએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચ જરવલા અને બજાણા વચ્ચે રમાઇ હતી. જેમાં ફાઇનલ મેચમાં જરવલાની ટીમ 27-13થી વિજેતા બની હતી.

કિશોરીઓ કબ્બડીની રમતમાં તાલુકા, જિલ્લા, રાજ્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી રમતમાં ભાગીદારી લે તેવા ઉદ્દેશ્ય સાથે સ્વાતિ સંસ્થા, પાટડી દ્વારા ચાલતા રમત-ગમત કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ કબ્બડી પ્રતિયોગિતા પાટડીની શ્રી સૂરજમલજી શાળાના મેદાનમાં પાટડી ખાતે યોજવામાં આવી હતી. જેમાં 11 ગામની 140 કિશોરીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાંથી કુલ 7 ટીમે કબ્બડી રમતમાં ભાગ લીધો હતો. જેમાં ફાઇનલમાં પાટડી તાલુકાની જરવલા ગામની કિશોરીઓ વિજેતા બની હતી. આ પ્રતિયોગિતા બાદ બધી જ કિશોરીઓમાંથી 20 કિશોરીને કબડ્ડી સ્પર્ધા માટે તૈયાર કરી, જેઓને કોચ સૂર્યકાંતભાઇ અને મહેન્દ્રભાઈ દ્વારા કોચિંગ આપી ભવિષ્યમાં કબ્બડીમાં આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી લઈ જવા તૈયાર કરવામાં આવશે.

સ્વાતિ સંસ્થા સ્ત્રી વિકાસ અને તાલીમ સંસ્થા મહિલાઓના અધિકાર અને તેમના હકો પર છેલ્લા 20 વર્ષથી કામ કરે છે. જેમાં કિશોરીઓ ખેલમહાખુંભ, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી રમત રમવા માટે આગળ તૈયાર થાય તેવા ઉદ્દેશ્ય સાથે રમતની શરૂવાત કરવામાં આવી હતી. જેમાં હાલ 13 ગામમાં કિશોરીઓ કબડ્ડી અને હોકીની રમત રમે છે. દરેક ગામમાં 2 કોચ કિશોરી રાખેલા છે. જેઓ અઠવાડિયામાં 3 દિવસ 1 કલાક તેમને કબ્બડી અને હોકી રમત રમાડે છે. આ કોચને સ્વાતિ સંસ્થા અમદાવાદ તેમજ ગાંધીનગરમાં સારા કોચ પાસેથી કોચિંગ કેમ્પ પણ કરાવે છે. ફાઇનલ મેચમાં જરવલાની ટીમ 27-13થી વિજેતા બની હતી. જેમાં પ્લેયર ઓફ ટૂર્નામેન્ટ બજાણા ગામની નિધી બની હતી.

અન્ય સમાચારો પણ છે...