પાટડી તાલુકાના ખેરવાના યુવા પર્વતારોહક ડેનિશ દિલીપભાઈ પટેલે હિમાચલ પ્રદેશની સ્પિતી વૈલી ચંદ્રભાગાની 6078 મીટર ઊંચાઈ ધરાવતાં સીબી14 શિખર સર કરીને ઇતિહાસ રચ્યો હતો. આ પહેલા પણ ડેનિશ પટેલે 6000 મીટરના શિખર સર કર્યા છે. આ દુર્લભ શિખર માટે ઘણા ઓછા લોકો ચઢાઈ કરે છે, એનું એક કારણ આ શિખર માટે કોઈ રસ્તો હજી બન્યો નથી, જેથી એમને પોતાને રસ્તો બનાવીને આગળ વધવાનું હતું.ને તારીખ 26જુલાઈ, 2021ના રોજ સર કર્યું હતુ, આખરી ચડાણ 26 જુલાઈના રોજ રાત્રે 12:30 કલાકે ચઢાણની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે સવારે 10:50ના શિખર સર કરી અભૂતપૂર્વ સફળતા મેળવી છે. ગુજરાતનાં પાંચ યુવાનો સહિત કુલ 12 લોકોની ટીમેં હિમાચલ પ્રદેશની સ્પિતી વૈલી પર 27મી જુલાઇએ આ અનોખી સિધ્ધી હાંસલ કરી છે.
અમેં ગુજરાતના યોગી રાદડીયા (જામનગર), પીન્ટુ રાજપૂત (કોડીનાર), રોશની ભીમાણી (જૂનાગઢ), જીગ્નેશ ગોહિલ (પાલીતાણા) અને હું ડેનીશ પટેલ (પાટડી)ના મળીને કુલ 12 લોકોની ટીમે 15 દિવસની કઠીન તપશ્વર્યા બાદ આ સિધ્ધી હાંસલ કરી હતી. જેની શરૂઆત મનાલી સોલાંગ વેલીથી કરી હતી. ત્યાર બાદ વરસાદ પછી બે દિવસે અમે બાતાલ બેઝ કેમ્પ પહોંચ્યા હતા. ત્યાંથી અમે લોકો એક દિવસ લોડ ફેરી કર્યા પછી કેમ્પ-1 પહોંચ્યા હતા.ત્યાંથી પહેલા એક વખત સીધુ સમીટ પુશ રાત્રે અઢી વાગ્યે સ્ટાર્ટ કર્યુ હતુ. પણ વાતાવરણ અત્યંત ખરાબ થવાના કારણે તે દિવસે અમે માત્ર 300 મીટર દૂરથી જ પરત આવી જવાની ફરજ પડી હતી. અમને આ કપરી ચઢાઇમાં સ્નો ફોલ, વરસાદ અને વાઇટ આઉટનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ અમે આખી ટીમને બે વિભાગમાં વહેંચી દીધી હતી અને એક કેમ્પ ઉપર પણ લગાવવાનું નક્કી કર્યું હતુ. એક દિવસના આરામ બાદ અમે સમીટ કેમ્પ લગાવ્યો હતો.
અને એ દિવસે રાત્રે 12:30 વાગ્યે પર્વતારોહણ શરૂ કરીને સવારે 10:30 વાગ્યે ખુબ જ ખોફનાક વાતાવરણ વચ્ચે શીખર CB-14 6778 મીટરની સફળતા અને સુરક્ષિત રીતે પૂર્ણ કરી અમે પરત 18 કલાકની સતત મુશ્કેલીભરી ચઢાઇ અને ઉતરાણ પછી સાંજે 6:30 કલાકે હેમખેમ પહોંચ્યા હતા અને ત્યાંથી 2 દિવસની મુસાફરી બાદ અમારી ટીમ પરત મનાલી પહોંચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.