તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પોલીસ પર ફાયરિંગ કરનારા ફરાર આરોપી સામે 13 ગુના : પકડવા માટે ટીમો બનાવાઇ

પાટડી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માલવણ હાઇવે પર 6 રાઉન્ડ સામસામે ગોળીબાર કરાયો હતો
 • પોલીસના વળતા ગોળીબારમાં ઘાયલ આરોપી સારવાર હેઠળ

માલવણ હાઇવે પર દારૂ ભરેલી ગાડી સાથે નીકળેલા 2 શખ્સોને ઝબ્બે કરવા જતા આરોપીએ પોલીસ પર 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતુ. પોલીસના વળતા ગોળીબારમાં ઘાયલ આરોપી હાલ સારવાર હેઠળ છે. જ્યારે નાસી છૂટેલા આરોપી વિરુદ્ધ 12થી 13 ગુનાઓ નોંધાયેલા છે. આરોપીને ઝબ્બે કરવા પોલિસે વિવિધ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.માલવણ હાઇવે પર દારૂ ભરેલી કાર સાથે નીકળેલા આરોપીઓને ઝબ્બે કરવા જતા બજાણા પીઅેસઆઇ વી.અેન.જાડેજા સહિતના પોલિસ સ્ટાફ પર આરોપી આબિલખાન દિલાવારખાન જત મલેકે 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતુ. બજાણા પીઅેસઆઇ વી.અેન.જાડેજાએ સ્વબચાવમાં કરેલા વળતા 3 રાઉન્ડ ગોળીબારમાં આરોપી બિસ્મિલાખાન જતમલેકને પગમાં ગોળી વાગતા આ આરોપી ચાંપતા પોલિસ બંદોબસ્ત વચ્ચે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જ્યારે પોલિસને થાપ આપીને અંધારામાં નાસી છુટેલા આરોપી આબિદખાન દિલાવરખાન જતમલેક પર વિવિધ પોલિસ મથકોમાં 12થી 13 જેટલા ગુન્હાઓ નોંધાયેલા છે. આ આરોપીને ઝબ્બે કરવા પોલિસે વિવિધ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પીઅેસઆઇ વી.અેન.જાડેજા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો