તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીઠાનું ઉત્પાદન:ખારાઘોડામાં આ વર્ષે 12 લાખ મેટ્રિક ટન મીઠાની આવક ,હજી 1.5 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં

પાટડી7 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભારતના કુલ મીઠા ઉત્પાદનનું ઉત્પાદનનું 70% મીઠું એકમાત્ર ગુજરાતમાં પાકે છે. એમાંથી 35% મીઠું તો ઝાલાવાડ પથંકના ખારાઘોડા, ઝીંઝુવાડા, હળવદ અને કૂડા રણમાં પાકે છે. જેમાં એક માત્ર ખારાઘોડામાં આ વર્ષે અત્યાર સુધીમાં 12 લાખ મેટ્રીક ટન મીઠાનું વિક્રમજનક આવક થઇ ચૂકી છે અને હજી 1.5 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં પડ્યું છે. ‘તાઉતે’ વાવાઝોડા બાદ બે દિવસ અગાઉ રણમાં ખાબકેલા વરસાદ બાદ રણમાં આવવા-જવાનો રસ્તો ઠપ્પ થતાં મીઠાના વેપારીઓ અને મીઠું પકવતા અગરિયાનો જીવ તાળવે ચોંટ્યો છે.

હાલમાં ખારાઘોડા સોલ્ટ એસોસિયેશન દ્વારા રણમાંથી ખારાઘોડા આવવાનો રસ્તો ચાલુ કરવા જેસીબી અને કલ્ટિવેટર વડે રસ્તો ચાલુ કરવાની તજવીજ હાથ ધરાતા બે-ત્રણ દિવસમાં રસ્તો ચાલુ થવાની આશા સેવાઇ રહી છે. એવામાં જો હવામાન ખાતાની આગાહી પ્રમાણે જો વરસાદ ખાબકે તો આ 1.5 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં જ રહી જવાની દહેશત સેવાઇ રહી છે.

રાજ્યમાં મીઠાનાં કુલ 591 એકમ

 • ભારતમાં મીઠાનું કુલ ઉત્પાદન : 135 લાખ મેટ્રિક ટન
 • ગુજરાતમાં મીઠાનું કુલ ઉત્પાદન : 97.20 લાખ મેટ્રિક ટન
 • ગુજરાતમાં મીઠાના કુલ એકમો : 591
 • ગુજરાતમાં મીઠા ઉદ્યોગથી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી : 1,51,000
 • ખારાઘોડામાં મીઠાની નવી આવક - 12 લાખ મેટ્રીક ટન
 • રણમાં પડેલું મીઠું : 1.5 લાખ મેટ્રિક ટન
 • જૂનુ પડેલું મીઠું - 50 હજાર મેટ્રીક ટન
 • વરસાદથી ખુલ્લા મીઠામાં ધોવાણ - અંદાજે 2 લાખ મેટ્રીક ટન (10થી 15 %)
 • ખારાઘોડામાં મીઠાના કુલ ગંજા - અંદાજે 800
 • રેલ્વેમાં વર્ષે નિકાસ - 4 લાખ મેટ્રીક ટન (વર્ષે)
 • બાય રોડ દ્વારા મીઠાની નિકાસ - 4 લાખ મેટ્રીક ટન.
અન્ય સમાચારો પણ છે...