તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LCBની રેડ:પાટડી તાલુકાના ઉપરિયાળા ગામેથી 4.28 લાખના મુદ્દામાલ સાથે 12 જુગારી ઝડપાયા

પાટડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર એલસીબીએ રોકડા સહિત 11 મોબાઇલ, કાર જપ્ત કરી

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે ઉપરિયાળા ગામે રાઠું તલાવડી પાસે નર્મદા કેનાલ ઉપર બાવળની ઓથમાં જુગાર રમતા 12 શખસને ઝડપી પાડ્યાં હતા. સુરેન્દ્રનગર એલસીબીએ જુગારના દરોડો પાડી રોકડા, 11 મોબાઇલ અને ઇકો કાર સાથે રૂ. 4,28,600નો મુદામાલ ઝડપી પાડ્યો હતો.

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ડી.એમ.ઢોલ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે પાટડી તાલુકાના ઉપરીયાળા ગામે રાઠું તલાવડીની સામે ઉપરિયાળા જોરાવરપુરા રોડ ઉપર ઉપરિયાળા ગામનો નવઘણ માનસંગભાઇ ઠાકોરની બોરવાળી વાડી પાસે આવેલી નર્મદા કેનાલની પેટા કેનાલ ઉપર બાવળની ઓથમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ઉપરિયાળાના નવઘણભાઇ છનિયારા તેમજ અમદાવાદના અંકિતસિંહ જીતેન્દ્રસિંહ ડોડિયા, ભાગ્યેશભાઇ શાહ, ઇશાકભાઇ મહમદ, મહેબૂબભાઇ પીપળાવાળા, ધનવંતકુમાર મકવાણા, શબ્બીરભાઇ રૂપાવાળા, હિંમતભાઇ પરમાર તેમજ માણસાના નેમીશભાઇ પૂછડિયા, મોરબીના સંજયભાઇ ગૌસ્વામી, હિંમાશુભાઇ ચૌહાણ અને નડિયાદના સતારભાઇ કસાઇને રોકડા રૂ. 87,100 અને રૂ. 41,500ની કિંમતના 11 મોબાઇલ, રૂ. 3,00,000ની કિંમતની ઇકો કાર સહિત કુલ 4,28,600ના મુદામાલ સાથે ઝબ્બે કરી પાટડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડામાં પીઆઇ ડી.એમ.ઢોલ, વાજસુરભા, જુવાનસિંહ, હિતેશભાઇ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હતો.

સુરેલ ગામમાંથી જુગાર રમતા 2 ઝડપાયા
ઝીંઝુવાડા પીએસઆઇ વી.બી.મલ્હોત્રા, આર.ડી.ભરવાડ અને મહાદેવભાઇ વણોલ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે પાટડી તાલુકાના સુરેલ ગામે આંબાવાળો વાસમાં ચામુંડા માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડ રૂ. 10240 સાથે સુરેલના બાબુજી પાલૈયા અને કાળુભાઇ વાસાણીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...