તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:દસાડામાં જિલ્લાકક્ષાની ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં 100 ખેલાડીઓ ભાગ લેશે

પાટડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સિનિયર અને વેટરન સ્પર્ધા યોજાશે, 4થી 7 જાન્યુઆરી સુધી જૂનિયર - Divya Bhaskar
સિનિયર અને વેટરન સ્પર્ધા યોજાશે, 4થી 7 જાન્યુઆરી સુધી જૂનિયર

રાજ્ય રાઇફલ એશોશીયેશનના માર્ગદર્શન નીચે દસાડામાં સૌ પ્રથમ વખત જીલ્લા લેવલની સીંગલ અને ડબલ ટ્રેપ અને સ્કીટ શૂટીંગ સ્પર્ધામાં 100 ખેલાડીઓ ભાગ લેશે. આગામી 4 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી આ સ્પર્ધામાં જૂનીયર, સીનીયર અને વેટરન કેટેગરીમાં સ્પર્ધા યોજાશે. ગુજરાત રાજ્ય રાઇફલ એશોશીયેશનના પ્રમુખ અજય પટેલ, સિનીયર વાઇસ પ્રેસિડેન્ટ અતુલ બારોટ તથા વાઇસ પ્રેસિડેન્ટ આશીષ અમીન અને જનરલ સેક્રેટરી મનીષ પટેલ અને સુરેન્દ્રનગર જીલ્લા રાઇફલ એશોશીયેશનના પ્રમુખ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન નીચે દસાડામાં પહેલી વખત સીંગલ અને ડબલ ટ્રેપ અને સ્કીટ શુટીંગ સ્પર્ધા યોજાશે.

જેમાં જૂનીયર (12થી 21વર્ષ), સિનિયર (21થી 60 વર્ષ) અને વેટરન (60 વર્ષથી વધારે) કેટેગરીમાં 100થી વધુ ખેલાડીઓ પોતાનું કૌવત બતાવશે. દરેક ખેલાડીઓ સહિતના મહેમાનોનું ટેમ્પરેચર અને ઓક્સિજન લેવલ સહિતનું સંપૂર્ણ મેડિકલ ચેકઅપ પણ કરાશે અને જરૂર લાગે એવ્યક્તિનો રેપીડ કોરોના ટેસ્ટ પણ કરાશે. સુરેન્દ્રનગર જીલ્લા લેવલની આ શૂટીંગ સ્પર્ધામાં સીંગલ અને ટીમ સાથેની સ્પર્ધા યોજાશે. હાલ ત્યારે 63મી નેશનલ ટ્રેપ શૂટીંગ સ્પર્ધામાં 125માંથી 114નો સ્કોર કરી ઇન્ડિયન સ્કવોડમાં જગ્યા મેળવનાર બખ્તીયારૂદિન મલિકે અને તેમની મોટી બહેન શાદીયા મલિકે હાલમાં દસાડા રણરાઇડર શૂટીંગ રેન્જમાં પ્રેક્ટિસ કરી રહ્યાં છે

ખેલ રત્ન એવોર્ડ વિજેતા મુલાકાત લે છે
2006માં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ વિજેતા અને 1998માં અર્જૂન એવોર્ડ વિજેતા અને ટ્રેપ શૂટીંગના સ્પેશ્યલિસ્ટ ભારતીય સ્પોર્ટસ શૂટર માનવજીતસિંઘ સંધુ પણ શૂટીંગ ખેલાડીઓને મળવા વારંવાર દસાડા રણ રાઇડર શૂટિંગ રેંજમાં આવે છે. આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં માનવજીતસિંઘ સંધુ હાજરી પણ આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો