કાર્યવાહી:પરવાનાવાળા હથિયારથી લગ્નમાં ફાયરીંગ કરનાર 1ને ઝડપી લેવાયો

પાટડી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન સમારંભમાં હવામાં ફાયરીંગ કરતા પહેલા ચેતજો
  • SOGને સો. મિડીયામાં ફાયરીંગ કરતો વિડીયો મળતા કાર્યવાહી

સુરેન્દ્રનગર એસઓજી ટીમને સોશીયલ મિડીયામાં લગ્નપ્રસંગે હથીયારથી ફાયરિંગ કરતાં હોય તેવો વિડીયો ધ્યાને આવ્યો હતો. આથી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વડગામથી 1 શખસને ઝડપી પાડી પુછપરછમાં હથિયાર પનવાના શખસનું હોવાનુ ખુલ્યુ હતુ. આથી ફાયરિંગ કરનાર અને હથીયાર પરવાનેદાર સામે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

લગ્ન પ્રસંગોમાં દેખા દેખીમાં હથિયારોથી હવામાં ફાયરિંગ કરવાના બનાવો સામે આવતા હોય છે. આગામી સમયમાં લગ્નસરા સીઝન ચાલુ થઇ રહી છે. આવા સમયે નાની અમથી ચૂક કોઇને ઇજા કે મોતનું કારણ બની શકે છે. ત્યારે જિલ્લામાં ગેરકાયદેસર હથીયારો રાખવા કે વેચાણ કરવાની પ્રવૃતિ સામે કાર્યવાહીની જિલ્લા પોલીસ વડાએ સુચના આપતા એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજા તથા ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. દસાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવા દરમિયાન સોશિયલ મિડીયામાં 1 શખસ લગ્ન પ્રસંગમાં દાંડીયા રાસમાં ફાયરિંગ કરતો વિડીયો ધ્યાને આવ્યો હતો. આથી તપાસ હાથ ધરાઇ હતી.

પાટડીના વડગામના રહીશ શિવાભાઇ કમાભાઇ સત્રોટીયાને ઝડપી પાડ્યા હતા. તેમની પુછપરછમાં તા.20-5-2022ના રોજ પોતાના કૌટુંબીક કાકાના દિકરાના લગ્નપ્રસંગમાં દાંડિયા રાસ દરમિયાન પનાવાગામના હથિયારના પરવાનેદાર પરમાભાઇ મગનભાઇ પાનવેચાની ડબલ બેરલવાળી બંદુકમાંથી ફાયરીંગ કર્યાનું કબુલાત કર્યુ હતુ. આથી બંન્ને સામે દસાડા પોલીસ સ્ટેશને ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં એસઓજી પીએસઆઇ એમ.બી.પઢીયાર, જયરાજસિંહ ઝાલા, મીતભાઇ મુંજપરા સહિતની ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...