હત્યા કે આત્મહત્યા?:સુરેન્દ્રનગરના રતનપરનો યુવાન બેભાન હાલતમાં મૂળી હાઇવે પરથી મળ્યો, સારવાર દરમિયાન મોત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં રહેતો યુવાન બેભાન હાલતમાં મૂળી હાઇવે ઉપરથી મળી આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા પરિવારજનોને જાણકારી આપી ઘટનાસ્થળે તાત્કાલિક પોલીસ પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં દિન પ્રતિદિન જાહેર માર્ગો ઉપર બિનવારસી લાશો મળવાનો સિલસિલો વધુ એકવાર સામે આવ્યો છે. દસ દિવસની અંદર આ ત્રીજી વાર યુવકની બિનવારસી લાશ મળી આવી છે. ત્યારે તપાસ કરતા તે યુવાન રતનપર વિસ્તારનો હોવાનું અને મૂળી હાઇવે ઉપર બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.

ત્યારે તેનુ મોત શંકાસ્પદ હાલતમાં થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે તાત્કાલિક અસરે પોલીસને જાણકારી મળતા ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને તેને બેભાન અવસ્થામાં સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન લાવવામાં આવ્યો હતો. પરંતુ જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે તેની તપાસ પોલીસે હાથ ધરવામાં આવતા આ યુવાન રતનપર વિસ્તારમાં રહેતો હોવાનું અને તેનું નામ રમેશ હોવાનું જાણવા મળ્યું હતુ. ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરી અને પરિવારને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે પરિવારજનો મહાત્મા ગાંધી હોસ્પિટલે દોડી આવ્યા હતા. અને આ લાશ રમેશની હોવાનું સાબિત થયું હતુ.

અન્ય સમાચારો પણ છે...