સુરેન્દ્રનગર ખાતે પ્રદેશ યુવા પ્રભારી યુથ કોંગ્રેસે બેઠક નું આયોજન કર્યુ હતુ.જેમાં યંગ ઇન્ડીયાકે બોલ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાઓમાંથી યુવા પ્રવક્તાઓની શોધ આદરી છે.જેમાં દરેક જિલ્લામાંથી યુવા પ્રતિભાને રાજ્યથી લઇ રાષ્ટ્ર કક્ષા સુધી લઇ જવાશે.
સુરેન્દ્રનગર ખાતે ગુજરાત યુથ કોંગ્રેસ કો પર્શન દીલભાઇ કામદાર, ગુજરાત યુથ કોંગ્રેસ કો ઇનચાર્જ ઓમભાઇ જાતની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયુ હતુ.જેમાં યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાંથી યુવાઓને કોંગ્રેસમાં તકઆપવા યંગ ઇન્ડીયાકે બોલ કાર્યક્રમ અંગે ચર્ચા કરી હતી.
તેઓએ જણાવ્યુ કે દેશની આઝાદી વખતની લડાઇ થી હજુ સુધી દરેકક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યુ હતુ.ગુજરાતે દેશને ગાંધી, સરદાર જેવા આગેવાનો આપ્યા હતા.હાલ ગુજરાતીની સરકાર દેશને બાટી રહી છે ત્યારે યુથ કોંગ્રેસ એવા યુવાનોની તલાશમાં છે જે સ્પષ્ટ વક્તા હોય.
આથી યંગ ઇન્ડીયા કે બોલ કાર્યક્રમમાં રાજ્યના દરેક જિલ્લામાંથી યુથ ને શોધવામાં આવશે.જેમને જિલ્લાકક્ષાથી રાજ્ય કક્ષા સુધી લઇ જવાશે.જ્યાંથી તેમને રાષ્ટ્રકક્ષાએ જવાની પણ તક મળશે.આ પ્રસંગેસુરેન્દ્રનગર જિલ્લા યુથ કોંગ્રેસના વિનોદસિંહ ચાવડા, શહેર પ્રમુખ ગીરીરાજસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ પરમાર, વિધાનસભા મહામંત્રી મયુરભાઇ બાવળીયા, પ્રવકતા સંદીપભાઇ મહેતા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.