ચર્ચાનો વિષય:આપનો આગેવાન પરિણીતાને ભગાડી ગયો

ભાયાવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાયાવદરમાં ઘટના ચર્ચાનો વિષય બની

ભાયાવદરમાં આપનો આગેવાન પરિણીતાને ઉપાડીને રફુચકકર થઈ જતા શહેરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો હતો. જો કે અા અંગે આપના તાલુકા પ્રમુખે એવી સ્પષ્ટતા કરી છે કે આ આગેવાન પ્રમુખ તરીકે નથી અને થોડા સમય પહેલાં રાજીનામું આપી દીધું છે.

ભાયાવદર શહેરમાં જોરશોરથી ચર્ચાતી વિગત મુજબ શહેરમાં ખોડિયાર સોસાયટી પાસે મંદિર વાળી જગ્યા પાછળ રહીને ભેંસનો તબેલો ધરાવતો અને ખેતી કામ કરતો તેમજ ભાયાવદર શહેરમાં પાટીદાર સોશ્યલ ગ્રુપના નેજા હેઠળ અંદાજે એક વર્ષ પહેલા રચાયેલી આમ આદમી પાર્ટીમાં શહેરના પ્રમુખ પદે બિરાજમાન હતો તેવો આગેવાન બે ત્રણ દિવસ પહેલા શહેરની એક પરિણીતાં ને પ્રેમ જાળમાં ફસાવીને રફુચક્કર થઈ જતાં ભાયાવદરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.

આ મુદ્દે આમ આદમી પાર્ટીના ઉપલેટા,ધોરાજી વિધાનસભા 75 ના પ્રભારી અને તાલુકા પ્રમુખ વિપુલભાઈ સખીયાને સવાલ કરતા તેમણે જણાવ્યું હતું કે. આ ભાયાવદર શહેરના આપના પ્રમુખે તા. 8 એપ્રિલના રોજ તેમના અંગત કારણોસર રાજીનામુ આપી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...