આપનો આક્ષેપ:સુરેન્દ્રનગરના ઓવરબ્રિજનું નબળું કામ થતું હોવાનો આપનો આક્ષેપ

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર આપ આગેવાને સોશીયલ મિડીયામાં વિડીયો ફરતો કર્યો હતો. - Divya Bhaskar
સુરેન્દ્રનગર આપ આગેવાને સોશીયલ મિડીયામાં વિડીયો ફરતો કર્યો હતો.
  • આપ પાર્ટીના આગેવાને સોશિયલ મીડિયામાં વીડિયો ફરતો કર્યો

સુરેન્દ્રનગરના ઓવરબ્રીજમાં નબળા કામને લઇ આમ આદમિ પાર્ટીના આગેવાને સોશિયલ મિડીયામાં વિડીયો ફરતો કર્યો હતો.જેમાં ઓવરબ્રીજનું ગેરન્ટી પીરીયડ પહેલા તુટવુ અને તેનુ રીપેરીંગ પાલિકા કરી નબળુ કામકરનાર કોન્ટ્રાક્ટરને છાવરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

સુરેન્દ્રનગર શહેર મધ્યેથી પસાર થતા ઓવરબ્રીજમાં ગેરન્ટીટાઇમ પહેલા ગાબડા પડવા લાગતા ટોકઓફધ ટાઉન મુદ્દો બન્યો હતો.ત્યારે આમ આદમિપાર્ટીના આગેવાને આ અંગે સોશીયલ મિડીયામાં વિડીયો ફરતો કરી નબળુ કામ કરનાર કોન્ટ્રાક્ટરને પાલિકા બચાવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.આઅંગે આપ આગેવાન કમલેશભાઇ કોટેચાએ જણાવ્યુ કે અમો રસ્તેથી પસાર થતા હતા ત્યારે બ્રીજપર નબળાકામને થીગડા મારવાનુ કામ ચાલુ હતુ.અમોએ પુછપરછ કરતા પાલિકા દ્વારા કરાતુ હોવાનુ જણાવાયુ હતુ.

આ ઓવર બ્રીજનો હજુ ગેરન્ટી પીરીયડ પુરો ન થયો હોવા છતા પાલિકા આ ઓવરબ્રીજને થીગડા મારી નબળુ કામ કરનાર કોન્ટ્રાક્ટને છાવરે છે. આથી આ અંગે ચિફઓફિસર, ધારાસભ્ય, પાલિકા પ્રમુખ ગંભીરતાથી લઇ કાર્યવાહી કરે તેવીમાંગ કરી હતી.જ્યારે આ બ્રીજની બંન્ને બાજુના સર્વીસરોડ પર બિસ્માર બની ગયા હોવાથી તે પણ યોગ્ય કરવાની કામગીરી કરાય તેવી માંગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...