તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા:મોરબી જિલ્લાના નવલખી બંદરે ગાડીમાં લોડિંગ બાબતે સામાન્ય બોલાચાલીમાં છરીનો ઘા ઝીંકીને યુવાનની હત્યા

મોરબી8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુટુંબના જ શખ્સે છરી મારી હોવાની માહિતી પોલીસને મળી પોલીસે હત્યારાઓને પકડવા માટે જુદી જુદી દિશાની તપાસ શરૂ કરી

મોરબી જિલ્લાના નવલખી બંદર ખાતે ગાડીમાં લોડિંગ કરવા બાબતે સામાન્ય બોલાચાલીમાં યુવાનને છરીનો ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખવામાં આવી છે. બનાવની જાણ થતાં માળિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પી.એમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યારે પોલીસે હત્યારાઓને પકડવા માટે જુદી જુદી દિશાની તપાસ શરૂ કરી છે.

મોરબી જિલ્લામાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના બનાવો વધી રહ્યાં છે. જ્યારે મોરબીના નવલખી બંદર ખાતે યુવાનને છરીનો ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. માળિયા મિંયાણા તાલુકા પોલીસ પાસેથી જાણવા મળતી મુજબ, માળિયા તાલુકા પોલીસની હદમાં આવતા મોટા દહીસરા ગામે રહેતા અને ખાનગી કંપનીમાં નવલખી બંદર ખાતે કામ કરતાં દશરથસિંહ ભગવતસિંહ જાડેજા (ઉ.42) નામના યુવાનને નવલખી બંદરની અંદર છરીનો ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી છે.

પી.એસ.આઇ ચુડાસમા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, નવલખી બંદર ખાતે ગાડીમાં લોડીંગ કરવા બાબતની માથાકુટ હતી જેમા દશરથસિંહ ભગતસિંહ જાડેજાને છરીનો જીવલેણ ઘા ઝીકી દેવામાં આવ્યા છે. જોકે, જે યુવાનની હત્યા કરવામાં આવી છે તેના કુટુંબના ગામમાં જ રહેતા શખ્સે છરી મારી હોવાની માહિતી પોલીસને મળી રહી છે. તેને શોધવા પોલીસની કવાયત ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો