તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:જુગાર, દારૂ જેવી પ્રવૃત્તિઓથી ત્રસ્ત રહીશોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર વોર્ડ નં.4ની સોસાયટીઓમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવો, લેખિત રજૂઆતો છતાં કાર્યવાહી થઇ નથી: રહીશો

સુરેન્દ્રનગરની વોર્ડનં.4માં આવેલી કસ્તુરબા, નવદુર્ગા, નવજીવન, આનંદ, પંકજ સહિતની સોસાટીઓમાં જુગાર, દારૂઅને અસામાજીક પ્રવૃતીથી લોકો ત્રસ્ત થઇ ગયા છે.આ અંગે લેખિત રજૂઆતો છતા યોગ્ય ન કરાતા ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરી બેન દિકરીઓને છેડતી કરનારાઓ સામે કડક પગલા લેવા માંગ કરી હતી.

સુરેન્દ્રનગરના વોર્ડનં.4માં આવેલી કસ્તુરબા સોસાયટી, નવદુર્ગા સોસાયટી, નવજીવન સોસાયટી, આનંદ સોસાયટી, આનંદ સોસાયટી, પંકજ સોસાયટી સહિત સોસાયટીના વિસ્તારના લોકો જુગાર, દારૂ અને અસામાજીક પ્રવૃતીથી ત્રસ્ત બન્યા હતા. આ અંગે લેખિત રજૂઆતો તંત્રને છતા યોગ્ય ન કરાતા રોષે ભરાયેલા લોકોએ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પોલીસ કમિશનર, ડીઆરએમ બોમ્બે, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગરને લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યા મુંજબ અમારા વિસ્તારમા઼ રેલ્વેનીજમીનમાં માથાભારે શખ્સો ઝુંપડા બાંધી રહે છે.જ્યાં દારૂ, જુગાર, વેશ્યાવૃતિ સહિતના ગોરખધંધાઓ કરે છે.

આ વિસ્તારમાંથી પસાર થતી દિકરીઓને દારૂ ઢીંચી આવારાતત્વો છેડતી કરતા હોય છે અને હવેતો કોઇ ડર ન હોયતેમ હાથ પકડતા થઇ ગયા છે.અમો 50 વર્ષથી આ વિસ્તારમાં રહીએ છીએ અમો કાંઇ કહીએતો ગાળો અપશબ્દો બોલે છે તેમને જાણે રાજકીય અને પોલીસ પીઠ બળ હોય તેમ જે કરવુ હોય તેમ કરી લો કહે છે.આ ઝુંપડાવાળાને સરકારે પાકા મકાન આપ્યા છતા અહીં રહે છે હવેતો ઘોડા અને પશુઓ બાંધી વાડા પણબાંધે છે.આ જમીન રેલ્વેની છે વચલી ફાટકના દબાણો દુર કર્યા પણ આ દબાણો ક્યારે દુર કરાશે. આથી લોકહીતમાં આવા તત્વો સામે કડક કર્યવાહી કરવા માગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...