તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાટકી નાખ્યા:'તમે મોરબીને કોરોનામાં ધકેલી દીધું છે', ભાજપ અગ્રણીનો કલેકટરને ખખડાવતો વધુ એક વીડિયો વાઇરલ

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
મોરબી શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ બાબુ પરમારે જિલ્લા કલેકટરને ખખડાવ્યા
 • મોરબી શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ બાબુ પરમારે જિલ્લા કલેકટરને ખખડાવ્યા
 • જિલ્લા કલેકટર રજૂઆત સાંભળ્યા વગર જ ચાલતી પકડી

કોરોના સામેની લડાઈમાં મોરબી જિલ્લા વહીવટી તંત્ર ઊંઘતું ઝડપાયું છે. ત્યારે ગઈકાલે પૂર્વ ધારાસભ્ય કાન્તિ અમૃતિયાએ સિવિલ હોસ્પિટલના ઇન્સ્પેક્શનમાં આવેલા જિલ્લા કલેકટર સાથે ઉગ્ર બનીને રજૂઆત કર્યા બાદ આજે મોરબી શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુ પરમારે કલેકટર સાથે ઉગ્ર અવાજમાં તડાફડી બોલાવી હતી અને 'તમે જ મોરબી જિલ્લાને કોરોનામાં ધકેલી દીધો' હોવાનું જણાવતાં કલેકટર અડધી રજૂઆત સાંભળતાં જ ચાલતા થયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

મોરબી શહેર ભાજપ અનુજાતિ મોરચાના પ્રમુખ બાબુ પરમાર આજે કોરોના ટેસ્ટ વધારવા અને ખાનગી હોસ્પિટલમાં જામતી ભીડ ઓછી કરવા રજૂઆત માટે જિલ્લા કલેકટરને રૂબરૂ મળ્યા હતા. ત્યારે કલેકટરે કિટ મગાવી છે, આવી જશે એવો જવાબ આપતાં બાબુ પરમાર તાડુક્યા હતા અને કલેકટર તંત્રની બરાબરની ઝાટકણી કાઢી હતી.

આ સમગ્ર ઘટનાનો કોઈએ વીડિયો ઉતારી વાઇરલ કર્યો છે, જેમાં ભાજપ અગ્રણી બાબુ પરમારના ઉપરાછાપરી સવાલોનો જવાબ જિલ્લા કલેકટર આપી શકતા નથી. આ રજૂઆતમાં ભાજપ અગ્રણી બાબુ પરમાર સ્પષ્ટપણે કહેતા જણાય છે કે ભાજપ સરકાર કરોડો રૂપિયા કોરોના માટે ફાળવે છે પણ તમે આયોજન કરી શકતા નથી. મોરબીમાં કોરોના માટે તંત્રએ કોઈ આગોતરી તૈયારી ન કરી હોવાથી અત્યારે આ સ્થિતિ ઉદભવી હોવાનું જણાવી ઉગ્ર રજૂઆત કરતાં છેલ્લે જિલ્લા કલેકટર કંઈ સાંભળ્યા વગર જ ચાલતી પકડી હતી.

આ મામલે બાબુ પરમારે જણાવ્યું હતું કે જો ટૂંક સમયમાં રજૂઆતને પરિણામ ન મળે તો ગાંધીનગર જઈ રજૂઆત કરાશે. આજની રજૂઆતમાં બાબુ સાથે જિલ્લા અનુ.જાતિ મોરચાના પ્રમુખ વિઠલ ચાવડા, કાઉન્સિલર મનુ સારેસા, ઉપપ્રમુખ રવિ ધૂમલ, શહેર ભાજપ અ.જા. મહામંત્રી ધર્મેશ મકવાણા, સામાજિક અગ્રણી દીપક ચૌહાણ, રાજન પુરબિયા અને મહેશ સોલંકી વગેરે સાથે રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો