ઉજવણી:પાટડી દ્વારકાધીશની હવેલીમાં યમુનાજી લોટી ઉત્સવ અને સમુહમાળા પહેરામણી મનોરથ ઉજવાયો

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકાધીશ હવેલીમાં ઠાકોરજીના પલના સમયે નંદ મહોત્સવ તેમજ પાટડી કડવા પાટીદાર હોલમા મનોરથ પ્રસંગે મહારાજશ્રીના વચનામૃત, લોટી ઉત્સવ અને માળા પહેરામણી મનોરથની ભવ્ય ઉજવણી કરવામાં આવી

પાટડી દ્વારકાધીશની હવેલીમાં યમુનાજી લોટી ઉત્સવ સમુહમાળા પહેરામણી મનોરથ ઉજવવામાં આવ્યો હતો. જેમાં દ્વારકાધીશ હવેલીમાં ઠાકોરજીના પલના સમયે નંદ મહોત્સવ તેમજ પાટડી કડવા પાટીદાર હોલમા મનોરથ પ્રસંગે મહારાજશ્રીના વચનામૃત, લોટી ઉત્સવ અને માળા પહેરામણી મનોરથની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

દ્વારકાધીશની હવેલીમાં યમુનાજી લોટી ઉત્સવ સમુહમાળા પહેરામણી મનોરથ ઉજવાયો
પાટડી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મંડળ દ્વારા આયોજીત શ્રી યમુનાજી લોટી ઉત્સવ તથા સમુહ માળા પહેરામણી મનોરથ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના વંશજ ગોસ્વામી 108 મહોદય શ્રી મધુસૂદનલાલજી (તિલક બાવા અસારવા શ્રી ગુંસાઈજી બેઠકજી)ના સાનિધ્યમાં શ્રી યમુનાજીના લોટીજીને સુંદર સુશોભિત રથમાં શ્રી યમુનાજીના સ્વરૂપના ચિત્રજી પધરાવી મહારાજશ્રીના સામૈયા બેન્ડવાજા વઢવાણની કેસરીયા કિર્તન મંડલી, વૈષ્ણવોના સમુહમાં શોભાયાત્રા તથા દ્વારકાધીશ હવેલીમાં ઠાકોરજીના પલના સમયે નંદ મહોત્સવ તેમજ પાટડી કડવા પાટીદાર હોલમા મનોરથ પ્રસંગે મહારાજશ્રીના વચનામૃત, લોટી ઉત્સવ અને માળા પહેરામણી મનોરથ સંપન્ન થયો હતો.

પાટડીના સમગ્ર વૈષ્ણવ સમાજે સૌના સાથ સહકારથી દિપાવ્યો હતો
આ પ્રસંગે પધારેલ દરેક વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવામાં આવ્યો હતો. અને શ્રી વલ્લભકુલના આશીર્વાદ મેળવી પ્રસાદ માળા સંપ્રદાયને લગતું પુસ્તક પાટડી વૈષ્ણવ મંડળ દ્વારા પધારેલા સર્વે વૈષ્ણવોને અર્પણ કરવામાં આવ્યા હતા. આ અવિસ્મરણીય પ્રસંગને પાટડીના સમગ્ર વૈષ્ણવ સમાજે સૌના સાથ સહકારથી દિપાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...