તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:હોળી-ધૂળેટીના તહેવારમાં દ્વારકાધીશનું મંદિર ખુલ્લુ રાખવા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં લેખીત રજૂઆત

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • ગુજરાત માલધારી સેના દ્વારા લેખીત રજૂઆત કરાઇ

સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે ગુજરાત માલધારી સેના દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ લેખીત રજૂઆતમાં જણાવ્યા મુજબ હોળી અને ધૂળેટીના તહેવારને ધ્યાનમાં લઈ દ્વારકાધીશનું મંદિર ખુલ્લું રાખવાની માંગ કરવામાં આવી હતી.

સોશિયલ ડિસ્ટન્સ અને સુરક્ષા સાથે દ્વારકાધીશ મંદિર ખુલ્લુ રાખવા માંગ

માલધારી સમાજ તેમજ કૃષ્ણ ભક્તોની આસ્થા સાથે જોડાયેલા વર્ષો જૂનું દ્વારકાધીશનું મંદિર ખુલ્લું રાખવા માંગ કરવામાં આવી હતી. કોરોના વાયરસની મહામારીને કારણે માસ્ક, સેનેટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ અને સુરક્ષા સાથે દ્વારકાધીશ મંદિર ખુલ્લુ રાખવાનો પણ આ લેખિત રજુઆતમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સરકાર દ્વારા હોળી-ધૂળેટીના તહેવાર પર પણ લગામ મુકવામાં આવી

કોરોના વાયરસની બીજી લહેરે લોકોને રીતસરના બાનમાં લીધા છે. એમાય થોડા સમય અગાઉ શરૂ કરાયેલી શાળાઓ પણ શિક્ષણ વિભાગ દ્વારા બંધ કરી ફરી ઓનલાઇન શિક્ષણ પર ભાર મુકવામાં આવ્યો છે. અને સરકાર દ્વારા હોળી-ધૂળેટીના તહેવાર પર પણ લગામ મુકવામાં આવી છે. ત્યારે હોળી-ધૂળેટીના તહેવારોમાં માલધારી સમાજ તેમજ કૃષ્ણ ભક્તોની આસ્થા સાથે જોડાયેલા વર્ષો જૂનું દ્વારકાધીશનું મંદિર ખુલ્લું રાખવા માંગ સાથે માલધારી સેના દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે લેખીત રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો